________________
૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28
ક૨વાની તથા તેમની રાજઋદ્ધિનાં વર્ણન કરવાની ત્યાગીઓને શી જરૂર ? આ ત્યાગીઓ કાંઈ કથા લખનારા લહિયા નહોતા ! ભગવાન શ્રી ગણધ૨દેવો, ચૌદ પૂર્વધરો અને અન્ય શ્રુતધરો, આ બધાય ત્યાગી જ હતા. ઘર-બાર, કુટુંબકબીલો, સુખ-સાહ્યબી, પૈસો-ટકો અને મા-બાપ સુધ્ધાં મૂકીને કેવળ મુક્તિમાર્ગની આરાધના માટે જ નીકળેલા, ત્યાગી મહર્ષિઓને આવાં વર્ણન ક૨વાની જરૂર શી ? ગૃહસ્થોની કથા કરવાનું પ્રયોજન શું ! મહેલ, બંગલા, બગીચા કે સોનૈયા આદિનાં વર્ણન કરવાનો હેતુ શો ? આ બધું કલ્યાણના અર્થી આત્માઓએ વિચારવું જ જોઈએ. એવા જ્ઞાની અને પરમ ત્યાગી પુણ્યપુરુષો એ બધી વસ્તુઓનું કે ગૃહસ્થાવાસમાં રહેલાઓનું વર્ણન વિના કારણે કરે જ નહિ. એ બધું વર્ણવવાનો હેતુ જ્યાં સુધી વિચારવામાં કે સમજવામાં ન આવે, ત્યાં સુધી ધર્મકથા કરવાનો કે સાંભળવાનો હેતુ કદી જ સફળ ન થઈ શકે, ઊલટું વિપરીત પરિણામ જ આણે. એ જ હેતુથી ઉપકારી પુરુષોએ ફરમાવ્યું કે ત્રણે અનુયોગોની સફળતા, ચરણકરણાનુયોગને આધીન છે. જો એ ન આવે તો ત્રણમાંથી એકે અનુયોગની સફળતા સિદ્ધ થતી નથી. કાં તો ચરણનો અમલ આવે, કાં તો ચ૨ણ ઉપર પ્રીતિ થાય, અથવા ચરણ વિના છૂટકો જ નથી એમ થાય, તો તો ત્રણે અનુયોગ સફળ થાય, એ ખ્યાલ આવી જશે તો સમજાશે કે સાધુએ વ્યાખ્યાન શું કામ વાંચવું, તથા સાંભળનારે શું કામ સાંભળવું.
381
યુદ્ધની, વિષયભોગની, રંગરાગમાં અમુક અંશે રાચતામાચતાઓની કથાઓ, માબાપને પણ તજીને આવેલા ત્યાગીઓ લખે શું કામ ? આનો હેતુ સમજાય તો જ ધર્મકથાઓનો મર્મ સમજાયો ગણાય.
૧૦૫
ધર્મકથાનુયોગમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, રાજા, મહારાજા, મંત્રીઓ, શેઠ-શાહુકારોની કથાઓ શા માટે ? શ્રી સનતકુમાર ચક્રવર્તી, શ્રી કૃષ્ણ વાસુદેવ તથા શ્રી શ્રેણિક મહારાજા વગેરેની વાતો શા માટે ? એ જરા વિચારો ! એ કથાઓમાં કેવલ રાજઋદ્ધિ જ વર્ણવી છે, કે તે વર્ણવવા દ્વારા સુંદર ધ્યેય રજૂ કર્યું છે ? એ બધી કથાઓ લખવાનો ઉદ્દેશ જ એ છે કે ‘હેય અને ઉપાદેયનું વિવેકપૂર્ણ જ્ઞાન થાય, પાપ તરફ અરુચિ તથા ધર્મ તરફ રુચિ થાય અને પરિણામે ભવ્ય આત્માઓ સંસારરૂપ બંધનથી છૂટીને મુક્તિપદ પામે.' કહેનાર જો આ ઉદ્દેશ ન જાળવે, તો એ કથા ધર્મકથા તરીકેનું કામ ન કરે, પણ વિકથા તરીકેનું જ કામ કરે. માટે ધર્મકથાના વાંચનારે ખાસ સાવધાની રાખવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org