________________
૧૦૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
અંતિમ ધ્યેય - ચારિત્ર :
ધર્મી ગણાતા માણસો ધર્મક્રિયા કરતાં, એ ક્રિયા જોઈને જરા ચળવિચળ થનાર કોઈને જોઈને, અગર એ ક્રિયાથી કોઈ હીનભાગીને દુઃખ થાય એ જોઈને, પોતે કેમ ચળવિચળ થતા હશે ? અજ્ઞાન આત્માઓની ચળવિચળતાથી કે હીનભાગીના દુઃખદર્શનથી પુણ્યશાળી આત્માઓએ આરાધનાના માર્ગથી જરા પણ ચળવિચળ ન જ થવું જોઈએ. ભગવાન શ્રી મહાવીરદેવને પામીને કેટલાય આત્મા ધર્મ પામ્યા અને કેટલાય દુર્ગતિમાં ગયા.
382
પોતાની જાતને વિદ્વાન તરીકે ઓળખાવતા આજે ઘણા એવા અજ્ઞાનીઓ છે કે જે એવું પણ લખે, બોલે છે કે––
“શ્રી વીર પ્રભુ જંગલમાં ન ગયા હોત, ન વિચર્યા હોત, તો ગોવાળિયા વગેરે કર્મ બાંધત ? જંગલમાં વિચરીને પ્રભુએ નાહકનાં કર્મ બંધાવ્યાં શું કામ ? શ્રી સુધર્મા ઇંદ્રે પાસે રહેવાનું કહ્યું હતું છતાં પ્રભુએ ના શું કામ કહી ? એ હોત તો કોઈ કર્મ તો ન બાંધત ? પ્રભુએ નાહક બીજાને પાપનું કારણ શું કામ આપ્યું ? શ્રી વીરપ્રભુએ પોતાને જ કર્મ ખપાવવાં હતાં તો એકાંતમાં ગુપ્તપણે રહેવું હતું, પણ બીજાને કર્મ બંધાય એવું કારણ કેમ આપ્યું ?- આવા આવા પ્રશ્ન કરનારા ખરેખર જ અજ્ઞાન છે, કારણ કે કમભાગ્ય આત્માઓનો સ્વભાવ જ એવો છે કે, ઉત્તમ સાધનોને પણ નાશનાં સાધન બનાવે. એથી કાંઈ તેની કારણતા ઉત્તમ સાધનોમાં નથી આવી જતી, અને જો એમ માનવામાં આવે તો એક પણ આત્મા આ વિશ્વમાંથી મુક્તિને ન સાધી શકે, કારણ કે કમભાગ્ય આત્માઓની હાજરી શાશ્વતી છે.
Jain Education International
સુધર્મા ઇંદ્રે કહ્યું કે, ભગવાન ! આપને પ્રાણાંત ઉપસર્ગ થવાના છે, માટે હું રહું. ભગવાને સ્પષ્ટ ના કહી કે- “ન ભૂતો ન મવિષ્યતિ' તીર્થંકરો કદી પણ પારકાના બળે કેવલજ્ઞાન મેળવતા નથી. પોતાની ધર્મક્રિયાને અંગે જે મહત્તા હોવી જોઈએ તે ન હોય, તો ધર્મી આત્માઓ સર્વોત્તમ શ્રેય સાધે જ શી રીતે ? ધર્મકથામાં આવે છે કે પુણ્યવાન આત્માઓ બ્રહ્મચારી બને, દાતાર બને, તપસ્વી બને, અને એમને જોઈને કોઈ કોઈ હીનભાગી આત્માઓ કર્મબંધ કરે, તેવે સમયે પણ જે ધર્મીઓએ પોતાપણું ન છોડયું, તેઓ જ ધર્મ આરાધી મુક્તિએ ગયા છે.
ઘરમાં, બજારમાં બધે તમે રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભોજનકથા તો
For Private & Personal Use Only
www.jainelibrary.org