________________
૩૩૩
– ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્વ - 28 –
-
૧૦૭
કરો છો અને અહીં પણ એ જ થાય તો એ બે વચ્ચે ફરક શું ? રાજા હતો, રાણી હતી, છોકરાં જન્મ્યાં, ગાદીએ બેઠો, મરી ગયો, મસાણે ગયો, સળગી ગયા, લડાઈ થઈ, તોપગોળા ફૂટ્યા, મારપીટ થઈ, ધમાચકડી થઈ, - આ તો બધું આજે પણ થઈ રહેલ છે, પણ ધર્મકથાનું પરિણામ શું ? જો પરિણામ ન આવે તો, આંખમાંથી પાણી નીતરવું જોઈએ. સાંભળ્યા છતાંયે હતા તેવા ને તેવા શિથિલતાનાં પૂતળાં જેવા જ રહો. અને “હશે ત્યારે હશે ત્યારે” – એમ કર્યા કરો, એ તો ભયંકર જ ગણાવું જોઈએ.
શરદી એ ભયંકર છે. ગરમીના તો ઉપાય છે પણ શરદીના તો ઉપાય પણ નથી મળતા. ભયંકર શરદીથી ન બચાય. ચિકિત્સકો પણ કહે છે કે ગરમીનો વાંધો નહિ, પણ જો વધુ પડતી શરદી થઈ જાય, તો તો વિચારવાની વાત. તેમ ધર્મી પણ શિથિલ ન હોવો જોઈએ. માટે ધર્મીની ધર્મક્રિયામાં દઢતા કેટલી જોઈએ ? - એ વિચારવું ઘટે. જો એ સમજાઈ જાય, તો અનુયોગ ફળે, નહિ તો વાંચનાર વાંચે ને તમે “જી સાહેબ' કહો, એમાં પરિણામ શું આવે ?
હું તમને શ્રી શાલિભદ્રની કથા તો કહું, પણ પછી પૂછું કે “સાંભળ્યું શું? ધાર્યું શું ? અને નિર્ણય શો કર્યો ?' કારણ કે દરેક કથાના ઉપસંહારમાં કહેવાય છે કે અયોગ્યને તજો અને યોગ્યનો સ્વીકાર કરો. હવે મારા તે પ્રશ્નોના ઉત્તરમાં કહો કે “ઋદ્ધિસિદ્ધિનું વર્ણન બહુ જ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને ધાર્યું તથા નિશ્ચય પણ નવાણું પેટીઓ મેળવવાનો કર્યો' - તો અમારો ને તમારો મેળ કેમ મળે ? અને શાસ્ત્રકારના આશયને તમે ઝીલ્યો, એમ કેમ કરીને કહેવાય ? કારણ કે શાસ્ત્રકારનું ધ્યેય હેયનો ત્યાગ કરાવી ઉપાદેયને અંગીકાર કરાવવાનું છે અને અમારી પણ મહેનત તે જ માટે હોવી જોઈએ, અને આ જ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓના કથન મુજબ અમો કહીએ છીએ કે “ત્રણે અનુયોગોનું પરિણામ ચોથો “ચરણ કરણાનુયોગ' છે.” ચોથા યોગ પ્રત્યે રુચિ ન થાય, તો ત્રણે યોગ નિષ્ફળ પ્રાયઃ છે.
શ્રી જિનેશ્વરદેવે બધું કહ્યું, કથાઓ પણ કહી, ગણિત પણ કહ્યું, સંખ્યાવાર વસ્તુઓ કહી, વસ્તુનાં સ્વરૂપ કહ્યાં, એક પણ વસ્તુ રહેવા ન દીધી. આત્મા કેટલા અને કેટલા પ્રકારના ? ક્યાં ક્યાં રહે ? કેવી રીતે રહે? કઈ રીતે ઉત્પન્ન થાય ? કઈ રીતે મરે ? પરિવર્તન કેવા કેવા પ્રકારે પામે ? - આ બધી પંચાતમાં શ્રી જિનેશ્વરદેવો એ જ માટે ઊતર્યા કે આત્મા આ બધું જાણે તો જ સાચા માર્ગે આવી શકે. આથી જ તમે કહેલી સઘળી વસ્તુઓના હેતુઓને વિચારો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org