________________
૧૦૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 384 વિચારશો તો સમજી શકશો કે ચારિત્ર એ જ એક અંતિમ ધ્યેય છે અને તે પણ આત્માની આ સંસારથી મુક્તિ માટે જ છે. ધર્મ, મુક્તિની અભિલાષાએ કરો !
કોઈ તમને પૂછે કે દુકાન, નોકર-ચાકર, ગાદી-તકિયા, ફર્નિચર, ટેબલ, ખુરશી, આ બધું શા માટે ? અને ભાડું ભરીને આ બધી ધાંધલ શા માટે ? માલનો આટલો બધો ઢગલો શું કામ કર્યો છે ?' ત્યાં તો તમે એમ ઝટ કહી દો કે, “કમાઈને સુખી થવા માટે' એ જ રીતે શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધરદેવો અને પૂર્વધર વગેરે મહર્ષિઓએ આ કહ્યું એનું એક જ કારણ કે તમે બધા ચરણકરણાનુયોગમાં આવી અને મુક્તિપદ સાધી શકો. ભવ્યો ઉપર ઉપકાર કરવા માટે જ આ બધું કહ્યું અને એ કહેવાનો એક જ પવિત્ર હેતુ કે દરેક આત્માઓ આશ્રયમાંથી નીકળી સંવરના સેવક થઈ મુક્તિએ જાય. ધર્મકથાનો પણ હેતુ એક જ કે કથા સાંભળી સાંભળનારને પાપ તરફ અભાવ થાય અને ધર્મ તરફ સદ્ભાવ જાગે. રાજ-ઋદ્ધિ-સિદ્ધિ આદિ દુનિયાની સઘળી વસ્તુ હેય તરીકે ભાસે અને રત્નત્રયી ઉપાદેય તરીકે ભાસે, તથા મુક્તિ એ સાધ્ય બને.
કથા સાંભળતાં એમ થવું જોઈએ કે જ્ઞાની પુરુષો પણ જેઓની પ્રશંસા અને જેઓનાં ઘરબાર અને લક્ષ્મી વગેરેનાં વર્ણન કરે, તેઓ કેવા હશે ? જ્ઞાની પુરુષો વર્ણન કરે એમાં જરૂર ગંભીર હેતુ હોવો જ જોઈએ. શ્રી શાલિભદ્ર પૂર્વભવમાં દાન દીધું, સુખી થયા, દીક્ષા લીધી આટલું જ લખ્યું હોત તો ? શ્રી શાલિભદ્રને આવી સાહેબી, આટલી સ્ત્રી, નવાણુનવાણું પેટી ઊતરે, દેવતાઈ ભોગ ભોગવે,આવું વિસ્તૃત વર્ણન શા માટે ? એક જ હતુ કે “એવા પરમ સુખી પણ એક સામાન્ય નિમિત્ત માત્રથી ચેત્યા અને ચેત્યા કે તરત , એ બધાં સુખને દુઃખ માનીને નીકળી ગયા.' - એ વાત જગત સમજે.
મુક્તિની અભિલાષાએ કરાયેલ ધર્મથી જે સુખસામગ્રી મળે છે, તે ગમે તેટલી મળે તો પણ અનુકૂળ મળે, એ પણ બતાવવામાં હેતુ છે. તમને તો જે કાંઈ મળ્યું તેમાં પણ તમે પરાધીન. પેલા મહાપુરુષોને સામગ્રી પોતાને આધીન હતી.
શ્રી શાલિભદ્રને કે કોઈ પણ પુણ્યાત્માને એક પણ એમ ન કહે કે તમે આમ કરો. અને આજે તો સામગ્રી કહે તેમ જ તમારે કરવું પડે. પેલા મહાપુરુષો છોડીને જતા, તો સામગ્રી એમની પાછળ જતી, અને તમને સામગ્રી છોડે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org