________________
285
--
- ૮ઃ ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 -
--
૧૦૯
તમે સામગ્રી પાછળ ઢસડાઓ છો. આ ભેદ કોના ઘરનો ? માનવું જ પડશે કે મુક્તિ માટે કરવાના ધર્મમાં કરેલી પૌદૂગલિક લાલસાના ઘરનો. મુક્તિ માટે જ કરેલા ધર્મના પ્રતાપે થયેલા ચક્રવર્તીને સામગ્રી પાર વિનાની મળતી, તોયે એ સામગ્રી એમને મૂંઝવતી નહોતી. આ વાત એકેએક પુણ્યાનુબંધી પુણ્યવાળા પુણ્યશાળીઓ માટે સમજવી. આવા પુણ્યશાળી પુરુષો કર્મયોગે સંસારમાં રહે છે, તો પણ સ્વાધીનપણે અને વિરક્ત હૃદયે ! અવસરે તેઓ ચેત્યા વિના રહેતા જ નથી. પ્રસંગે પ્રસંગે તેઓની વિશિષ્ટ વિવેકદૃષ્ટિ સત્યાસત્યનો વિવેક કર્યા વિના રહેતી જ નથી. એ સઘળો પ્રભાવ મુક્તિ અર્થે આચરેલા ધર્મનો જ છે. માટે ધર્મ, મુક્તિની અભિલાષાએ કરવો એ જ હિતાવહ છે. એ ધર્મના યોગે મળેલી સામગ્રી છોડવામાં મૂંઝવણ થતી નથી અને તે સામગ્રી પણ પ્રાયઃ અનુકૂળ જ થાય છે. શ્રી દશાર્ણભદ્ર રાજાએ છોડ્યું તો વિચાર ન કર્યો. વિચાર કરવો પડે એ એક પરાધીનતા છે, અર્થાત્ સાચી માલિકી જ નથી. હેતુ અને દષ્ટાંત બંને જરૂરી છે
પોતાના હાથ નીચેના સન્માર્ગે જતા હોય, તેઓએ અમને પૂછવું જ જોઈએ-એવો અધિકાર ધરાવવાની વાતો કરનારા વસ્તુતઃ અધિકારના સ્વરૂપને સમજતા જ નથી. લાભનો સોદો કરી આવનાર નોકરને શેઠ શું કહે ? કેમ ન પૂછ્યું એમ કહે ? ગેરલાભનો સોદો હોય તો તો કહે, લાભનો સોદો ચાલતો હોય તે વખતે, “ઊભા રહો, શેઠને પૂછી આવું' કહીને શેઠને પૂછવા આવે, તો શેઠ શું કહે ? વાલીએ કે વડીલે, પોતાના હાથ નીચેના પોતાની ઇચ્છાપૂર્વક સન્માર્ગે જાય, તો એવો હક્ક ન ધરાવવો જોઈએ કે “અમને કેમ ન પૂછે ?' એને તો એવો આનંદ થાય કે મારો વારસ એવો છે કે સીધો સન્માર્ગે જાય છે. એમાં આબરૂ વધે કે જાય ? દુનિયાના વ્યવહાર સાથે ત્યાગ ને અથડામણ તો રહેવાની જ. આ હિતકર વસ્તુ સાંભળવા મળે ત્યારે આત્મા તન્મય બનવો જોઈએ, હિતકર શિક્ષા આપવામાં આવતી કટુતા મધુર લાગવી જોઈએ. ઉપકારી પુરુષોએ હિત માટે કટુ અને ન સહી શકાય તેવા શબ્દો પણ વાપર્યા છે. પણ તેમાંથી કેવળ કરુણાના જ ઝરા વહેતા જોઈ શકાય છે. શ્રી વિતરાગસ્તોત્રમાં શ્રી વીતરાગદેવ પ્રત્યે મત્સર ધરાવતા આત્માઓને ઉદ્દેશીને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે
'अनेडमूका भुयासु-स्ते येषां त्वयि मत्सरः । મોર વેચ-પિ પાછુ વર્મસુ ? '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org