________________
૧૧૦.
–
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
- -
388
હે નાથ ! નિષ્કારણ ઉપકારી એવા તારે વિષે જેઓને મત્સરભાવ છે, તેઓ વાણી અને શ્રુતિ વિનાના થાઓ! કારણ કે ભવાભિનંદી આત્માઓને
પાપકર્મોમાં ઇંદ્રિયોનું વિકલપણું એ પણ શુભ ફળ માટે થાય છે.”
ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આશયને વિચારશો તો સમજી શક્શો કે એ કથનમાંથી કેવળ કરુણાનો જ ઝરો વહે છે અને તેમાં એકાંતે ઉપકારની જ ભાવના તરવરે છે. ઇંદ્રિયો પામીને એ પામનારા નરકાદિક ભયંકર દુગતિમાં જાય, તેના કરતાં ઇંદ્રિયો ન પામે એમાં ખોટું શું છે ? જે વાણી શ્રી વીતરાગદેવ પ્રત્યે મત્સરભાવ ફેલાવે, તે વાણી બોલવાની શક્તિ ન મળે એમાં ખોટું પણ શું છે ? જે શ્રુતિ કેવળ શ્રી વિતરાગદેવ અને તેમની આજ્ઞાના અવર્ણવાદને જ સાંભળવામાં રત હોય, તે શ્રુતિનો અભાવ શું ખોટો છે ? આથી સ્પષ્ટ છે કે આ મહર્ષિ, કોઈને સામગ્રી મળે એમાં નારાજ નથી, પણ જો એ સામગ્રી દ્વારા નરકે જવાતું હોય, તો બહેતર છે કે એ સામગ્રી ન મળે.
વૈદ્ય કે માતાપિતા દરદીને કુપથ્ય ખાવા દે ? નહિ જ. દરદી ન માને તો હાથ પણ બાંધે, ખૂબ સન્નિપાત થયો હોય તો થાંભલે પણ બાંધે, એનું કારણ શું ? એ જ કે દરદી અકસ્માતું દોડે, ટિચાય અને તેથી હેરાન થતો હોય તે ન થાય; તેમ આ મહાપુરુષોએ વસ્તુનું વર્ણન કરવામાં કમી રાખી નથી, પણ આશય એ જ કલ્યાણનો ! ધર્મકથામાં વર્ણન બધી જાતનું આવે, પણ તે કલ્યાણના જ આશયથી ! બાપ પોતાના દીકરાને આંખ લાલ કરીને પણ “બેવકૂફ, નાલાયક' વગેરે વગેરે કહે, તો તેથી દીકરો એમ માને કે મને ફજેત કરવા કહે છે ?' - નહિ જ, કારણ કે “સાચા પિતાના હૃદયમાં દીકરાના હિત સિવાય બીજું કશું હોતું જ નથી.'
સભા: ભાષાસમિતિ જોઈએને?
ભાષાસમિતિ એટલે શું એ સમજો. જે વચન દ્વારા “ઉન્માર્ગનું ઉન્મેલન થાય અને સન્માર્ગનું સ્થાપન થાય' - તેનું નામ ભાષાસમિતિ ! ઉન્માર્ગની પ્રવૃત્તિ ખસેડવા જે શબ્દો કહેવા જોઈએ, તે છતી શક્તિએ ન કહે તો તે ભાષાસમિતિનો ભંગ કરનાર છે' - એમ જ કહેવાય. આ જ કારણે ભગવાન શ્રી ઉમાસ્વાતિજી વાચકવરે એ જ ફરમાવ્યું કે,
સ૩ તુલર વા દિયામાસા માસિકલ્લા' ‘પર રોષ પામો કે તોષ પામો તેની દરકાર કર્યા વિના, હિતકર ભાષા તો બોલવી જ જોઈએ.'
જઈએ તે જાખા જિનિકલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org