________________
૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28
અનુમાનમાં-પક્ષની સ્થાપના, હેતુ અને દૃષ્ટાંત જોઈએ. પક્ષની સ્થાપના માટે હેતુ અને તે માટે દૃષ્ટાંત. પર્વતમાં ધુમાડો દેખાય, તો કહેવાય કે ત્યાં અગ્નિ છે. કોઈ પૂછે કે શાથી ? તો કહેવાય કે ધૂમ્ર દેખાય છે એથી. કોઈ પૂછે કે ધૂમ્ર દેખાય ત્યાં અગ્નિ હોય એ શાથી જાણ્યું ? તરત એ હેતુના સમર્થનમાં દૃષ્ટાંત દેવાય કે રસોડામાં એ વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે. પક્ષની સ્થાપના માટે જેટલો જરૂરી હેતુ, તેટલું જ જરૂરી દૃષ્ટાંત. દૃષ્ટાંત વિના સામાને એક પણ વસ્તુ પ્રાયઃ ઠસાવી શકાય નહિ. ચરણકરણાનુયોગ વિના મુક્તિ નથી, એ સાબિત કરવા જ્ઞાનીએ હેતુભૂત દ્રવ્યાનુયોગ કહ્યો, હેતુભૂત ગણિતાનુયોગ પણ કહ્યો અને દૃષ્ટાંતભૂત ધર્મકથાનુયોગ પણ કહ્યો. જ્ઞાની કહે છે કે અનંત સુખ જોઈતું હોય, તો આશ્રવ છોડી સંવરને સેવ્યા વિના છૂટકો જ નથી, વળી સંવર તો આવતાં કર્મને રોકે, પણ અંદરના કર્મને કાઢે કોણ ? માટે તપ વિના પણ છૂટકો નથી. આ વસ્તુ બતાવવા દ્રવ્યાનુયોગ તથા ગણિતાનુયોગ બસ છે, કેમ કે વસ્તુ, વસ્તુનું સ્વરૂપ અને તેની સાધના માટેના જે હેતુઓ, તેના તે ભંડાર છે. એની સાબિતી માટે દૃષ્ટાંતરૂપ ધર્મકથાઓનો મોટો ગંજ છે. ધર્મકથામાંથી એ લઈ શકાય કે, જે આત્માઓ આશ્રવમાં લેપાયા તે સંસારમાં રૂલ્યા અને જે આત્માઓ આશ્રવથી ખસ્યા અને સંવરમાં આવ્યા, એ આત્માઓ તપથી કર્મનિર્જરા કરી, કેવળજ્ઞાન મેળવી મોક્ષે ગયા.
387
મુનિ ભાવાનુકંપાના ધણી છે !
કથાનુયોગમાં આ બધી વાતો ઝીણવટથી કરી છે. શ્રી તીર્થંકરદેવના આત્મા માટે પણ પક્ષપાત નથી. એમના આત્માએ પણ પૂર્વભવોમાં જો આશ્રવની સેવા કરી, ભૂલેચૂકે પણ આગમને ઠોકરે માર્યું, ભૂલેચૂકે પણ ઉત્સૂત્રભાષણ કર્યું, તો કર્મે એમને પણ લાત મારી નરકે મોકલ્યા. કર્મરાજાએ જણાવી દીધું કે, રખડો હમણાં, હજી તમારે વાર છે. એ આત્માએ પણ જાગ્રત થયા પછી ભૂલ કબૂલ કરી, ભૂલથી બચ્યા, કર્મક્ષયના માર્ગમાં પ્રયત્ન કર્યો, આશ્રવનો ત્યાગ કર્યો, સંયમનો સ્વીકાર કર્યો, તપથી નિર્જરા કરી, વીસ સ્થાનકની આરાધના કરી, મોટી મોટી તપશ્ચર્યાઓ કરી !‘સવિ જીવ કરું શાસન રસી’-એ ભાવનાને મજબૂતપણે કેળવી, અને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું ત્યારે જ એ આત્મા પણ તીર્થંક૨ થયા અને તીર્થની સ્થાપના કરી મુક્તિએ ગયા. તીર્થંકરનો આત્મા છે માટે ‘હશે, વાંધો નહિ, ભલે બોલ્યા, એમાં શો વાંધો’-આવો કાયદો શ્રી
Jain Education International
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org