________________
૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ
ધર્મકથા અને વિક્થાનો તફાવત ઃ
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી ફરમાવી ગયા કે રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા અને એટલા જ માટે શારીરિક તથા માનસિક દુ:ખના ઉપનિપાતથી પીડાતા સઘળા સંસારી જીવોએ, એ દુઃખ તથા દુઃખના મૂળ કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને દૂર કરવા માટે હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. એ જ્ઞાન ન મળે ત્યાં સુધી રાગ, દ્વેષ તથા મોહ જાય નહિ. એ જાય નહિ ત્યાં સુધી દુઃખ ઓછું થાય નહિ અને સુખની ભાવના સફળ થાય નહિ. હેય તથા ઉપાદેય પદાર્થોના જ્ઞાન માટે જે વિવેકની જરૂર છે, તેને માટે શ્રી અરિહંત ભગવાન જેવા આપ્તના ઉપદેશની આવશ્યકતા છે. અર્હ તે, કે જેમનામાં રાગ, દ્વેષ અને મોહ સર્વથા ન હોય, એ શ્રી અરિહંત ભગવાનની વાણીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી તે કાલે કહી ગયા.
ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ.' - આ ચારે અનુયોગો પૈકીના ‘ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ’ -આ ત્રણે અનુયોગો ચોથા ચરણક૨ણાનુયોગની સિદ્ધિ માટે છે, એ પણ જોયું. જીવોને ધર્મમાર્ગે વાળે તે ધર્મકથા,
પાપમાર્ગથી ખસેડી ધર્મમાર્ગે જોડે તે ધર્મકથા,
પાપથી કંપારી પેદા કરાવનારી અને ધર્મ તરફ સદ્ભાવ ઉત્પન્ન કરાવનારી જે કથા તે ધર્મકથા,
જે કથાથી પાપ તરફ અરુચિ પેદા થાય અને ધર્મ તરફ રુચિ પેદા થાય તે ધર્મકથા !
આવી કથાઓ જેમાં હોય તે ધર્મકથાનુયોગ.
જે કથાથી પાપ તરફ અરુચિ પેદા ન થાય તથા ધર્મ તરફ રુચિ પેદા ન થાય, તે ધર્મકથા ન કહેવાય.
શ્રી શાલિભદ્રજીની તથા શ્રી શ્રેણિક મહારાજા વગેરે રાજાઓની કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org