________________
૮ઃ ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ
28
• ધર્મકથા • અંતિમ ધ્યેય-ચારિત્ર: • મહત્તા, ચરણકરણાનુયોગની ! • ધર્મ, મુક્તિની અભિલાષાએ કરો ! • હેતુ અને દષ્ટાંત બંને જરૂરી છે : • મુનિ ભાવાનુકંપાના ધણી છે !
• મૂચ્છ ઉતારવા માટે દાન છે : • શ્રી તીર્થંકરદેવનો વાદ ન લેવાય : • જ્ઞાનીનાં વચનોના ભાવ સમજો : • શાસ્ત્રને શસ્ત્ર ન બનાવો ! • ત્યાગ કરનારની પાછળ થતા રુદનનું પાપ કોને?
વિષય : ચાર અનુયોગમાં મહત્ત્વ તો ચરણકરણાનુયોગનું જ, બાકીના એના
માટે જ ! ગત પ્રવચનમાં પરમાત્માના વચનના ચાર પ્રકાર અર્થાતુ અનુયોગ બતાવ્યા બાદ એ ચાર અનુયોગમાં મહત્ત્વ કોનું તે સમજાવી રહ્યા છે. દ્રવ્યોની વાતો, ગણિતની રમઝટ અને ઇતિહાસ કે કથાનો વિસ્તાર પણ ઉપયોગી ત્યારે જ કે જ્યારે એથી જીવ આચારધર્મમાં પ્રવર્તે. જો એ ન થાય તો અનુયોગનો હેતુ જ માર્યો જાય. એ પાપાનુયોગ બની જાય. ઉપદેશકની અને શ્રોતા બંનેની ખામીને લીધે આવું બની શકે. માટે દરેક અનુયોગનું અંતિમ લક્ષ્ય ચારિત્ર જ હોવું જરૂરી છે. આ જ વાત સ્પષ્ટ કરવા - ધર્મમુક્તિની જ અભિલાષાથી કરવાની વાત કરી, ઉપદેશમાં મુનિનો અધિકાર શો ? દાન શા માટે ? તીર્થકરે જે કર્યું એ આપણે નથી કરવાનું પણ કહ્યું તે જ કરવાનું વગેરે બાબતોની છણાવટ કરી છે. શાસ્ત્રમાંથી પણ ફાવતું પકડનારા કેવું આત્મનુકસાન નોતરે છે, તે સમજાવા શ્રી આદિનાથ - શ્રી નેમિનાથ - શ્રી મહાવીર પ્રભુના લગ્નાદિ જીવનપ્રસંગોનો પ્રસંગોપાત્ત ઉપયોગ કર્યો છે.
મુવાક્ષાગૃત • કમભાગ્ય આત્માઓનો સ્વભાવ જ એવો કે, ઉત્તમ સાધનોને પણ નાશનાં સાધન બનાવે. • ચારિત્ર એ જ એક અંતિમ ધ્યેય છે અને તે પણ આત્માની સંસારથી મુક્તિ થાય માટે જ. • પાપ તરફ અભાવ થાય અને ધર્મ પ્રત્યે સદ્ભાવ થાય એવી કથા, તે ધર્મકથા છે. • હિતકર વસ્તુ સાંભળવા મળે ત્યારે આત્મા તન્મય બનવો જોઈએ. ૦ હિતકર શિક્ષા આપવામાં આવતી કટુતા મધુર લાગવી જોઈએ. • ઉન્માર્ગનું ઉન્મેલન થાય અને સન્માર્ગનું સ્થાપન થાય એવું વચન એટલે ભાષાસમિતિ ! • યથેચ્છ વિચાર એ ધર્મ નથી પણ ‘આપ્તવચન' રૂપ આગમને અનુસરતા શુભ વિચારોને જ ધર્મ
કહ્યો છે. • મરતાં ઉત્તમ ક્રિયાને લાભ અનુમોદના હોય તો મળે અને પાપની ક્રિયાનો જો ત્યાગ ન કર્યો
હોય તો વગર અનુમોદનાએ પણ હિસ્સો લાગે. - માતાપિતાનાં આંસુના સાગરમાં ન ડૂબતાં, રોતાં મૂકીને પણ જાય, અને પોતે સન્માર્ગે જોડાઈ
માતાપિતાને પણ સન્માર્ગે વાળે, તો જ માતાપિતાના ઉપકારનો સાચો બદલો વળી શકે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org