________________
૧૦૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
378
કરતાં ચાર, ત્રણ, બે અને એક છોકરા સુધી રાજાની સાથે વાતમાં શેઠ કહે, પણ એ વખતે એક પણ છોકરાને મારવાની એની ભાવના છે ? નહિ જ. તેમ મુનિ પણ છ કાયના પિતાતુલ્ય છે, એટલે એ કાયના જીવો મુનિવરને પુત્ર સમાન ! મુનિ તો છ કાયની રક્ષા સમજાવે. ગૃહસ્થ કહે કે નથી બનતું, તો પછી ગૃહસ્થથી જે બને તેનો મુનિ નિયમ આપે. એટલે બાકીની છૂટ આપી એમ નહિ જ ! કારણ કે, મુનિ તો કહે છે કે એક પણ કાયને મરાય નહિ. મુનિ દેશવિરતિનાં પચ્ચખાણ આપે, એટલે બાકીની અવિરતિની છૂટ આપી એમ ? નહિ જ, કારણ કે મુનિ તો પ્રથમથી સર્વવિરતિની વાત કરે, અસામર્થના યોગે એનાથી સર્વવિરતિ ન બને, તે કારણે તે જે માગે તે આપે. મુનિ જો નૂતનને આ બધું ન સમજાવે, ન સૂચવે, તો ગૃહસ્થની અવિરતિના પાપનો ભાગીદાર થાય.
દુનિયાની કઈ ક્રિયા એવી છે, કે જેમાં હિંસા નથી? તો પછી દુનિયાદારીની કોઈ પણ ક્રિયામાં ‘હશે, કરો” એમ મુનિથી કેમ કહેવાય ? છકાયના પિતાતુલ્ય મુનિથી એમ ન જ કહેવાય. તમે મુનિવરોને છ કાય જીવના પ્રતિપાલક લખો છો, તો સાચા દિલથી કે નહિ ? જો સાચા દિલથી હોય તો દુનિયાદારીનાં કાર્યોમાં એવું કહેવરાવવા તમે ન જ ઇચ્છો ! કાગળમાં તો લખો છો કે તરણતારણ જહાજ' તો જહાજનો અર્થ શું ?
સભા : સંસારસાગરથી તારે તે. તે શું ? દીક્ષાને ! તો પછી એવો વિરોધ હોય ? નહિ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org