________________
3rd
-૭ : આત્માને સબળ બનાવો ! - 27 - ૧૦૧ ગૃહસ્થને પૈસો કેટલો જોઈએ ? “અતિ ઊના ઘીથી ચોપડેલું અનાજ અને સાંધા વગરનું વસ્ત્ર મળી શકે' - આટલા ધનને શ્રાવક ઇચ્છે. આથી અધિક ઇચ્છા કરે તો શ્રાવક પરિણામે ધર્મથી પડે. અધિક ઇચ્છાના પરિણામે તો અનીતિ, પ્રપંચ બધું આવે છે ને ? શાસ્ત્ર કહે છે કે, ધનને છોડો તો સારી વાત, નહિ તો ન્યાયને ભૂલતા નહિ. માટે “ન્યાયસંપન્ન વિભવ' - એ ગુણ લખ્યો. વિભવ’એ અનુવાદ છે અને “ન્યાય' એ વિધાન છે. અનુવાદ એટલે બોલાતો શબ્દ બોલવો તે.
આ “ન્યાયસંપન્ન વિભવ' એ વાક્યમાં વિભવ રાખવો એવું વિધાન કરવા માટે “વિભવ' શબ્દ વાપર્યો નથી. “વિભવ'તો ગૃહસ્થો રાખવાના. આથી એનું કથન તો માત્ર અનુવાદરૂપ જ છે. જ્યારે ન્યાયસંપન્ન પદ દ્વારા ન્યાયસંપન્નતા ગુણનું વિધાન કરવામાં આવ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે વિભવ રાખવો જ પડે તો તે ન્યાયસંપન્ન હોવો જોઈએ.' નહિ કે “ન્યાયસંપન્ન એવો પણ વૈભવ રાખવો જ જોઈએ.”
આથી સ્પષ્ટ એ થયું કે વિભવ રાખવો-એમ નહીં પણ “વિભવ રાખવો જ પડે તો તે ન્યાયસંપન્ન જ હોવો જોઈએ.” શેઠના છ પુત્રોનું દષ્ટાંત :
એક રાજાએ એક દિવસે સ્ત્રીઓનો ખાસ ઉત્સવ હોવાથી હુકમ કર્યો કે, સૂર્યાસ્ત પહેલાં પુરુષ માત્રે બહાર નીકળી જવું અને બીજે દિવસે સૂર્યોદયે આવવું. એક શેઠના છ દીકરાને કાર્યવશાત્ મોડું થયું. નીકળતાં નીકળતાં સૂર્યાસ્ત થયો. બહાર જવા નીકળ્યા એટલે દરવાજા બંધ થયા. ખાળમાં ભરાણા, પણ રાત્રે પહેરેગીરે પકડ્યા. સવારે રાજાએ એમને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. એમનો બાપ શ્રીમંત હતો. એ રાજા પાસે આવ્યો અને કહ્યું કે “રાજનું ! ઘર, બાર, મિલકત જોઈએ તે લો, પણ મારા છયે દીકરાને મુક્ત કરો !કહે કે નહિ, હું છને તો મુક્ત નહિ કરું' - ત્યારે શેઠ શું કહે ? – “સાહેબ, છને મુક્ત કરો તો સારી વાત, નહિ તો પાંચને મુક્ત કરો !' રાજા પૂછે કે કોને મારું ? તો શેઠ શું કહે ? આને મારો' એમ કહે ? એ તો એમ કહે કે, “સાહેબ ! મારવાની વાત પૂછવાની હોય ? હું તો વિનંતી કરું છું કે એકેને ન મારો, છયેને મુક્ત કરો, પણ આપ ના પાડો છો ત્યારે કહું છું કે પાંચને મુક્ત કરો.” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org