________________
૧૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –
–
376
સદાચાર વિનાનો રૂપવાન, નીતિ વિનાનો સત્તાધીશ, ક્ષમા વિનાનો બળવાન અને ઉદારતા વિનાનો લક્ષ્મીવાન - આ પાંચે કલ્પતરુ થવાને બદલે કંટકતરું જેવા થાય છે. જે પાંચ દુનિયાને આશીર્વાદરૂપ નીવડે, તે જ પાંચ શાપરૂપ નીવડે !
વિનય એટલે કર્મક્ષય કરવાનો પ્રયત્ન. વિનયહીન જ્ઞાની શું કરે ? ઉત્પાત ! આજની ધમાલ , આરંભ, સમારંભ બધું શાથી થાય છે ? આજના કહેવાતા જ્ઞાનથી. એને જ્ઞાની કેમ કહેવાય? માટે તો શાસ્ત્રને કહેવું પડ્યું કે, સમ્યજ્ઞાન એ મુક્તિનું કારણ છે. | શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કહે છે કે, સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ મોક્ષમાર્ગ અને એ “સમ્યગુ' શબ્દ ત્રણેને જોડવો' એમ કહે છે.
આરંભ-સમારંભમાં કે દુનિયાના પદાર્થોની પ્રાપ્તિમાં જોડે તે જ્ઞાન, સમ્યજ્ઞાન નહિ. આરંભ-સમારંભ કે ધાંધલ આદિને કરાવનાર અને કથાપ્રકારની કળા શીખવાડનાર જ્ઞાન તે મુક્તિદાયક નથી, પણ સંસારવર્ધક છે.
માબાપ ક્યાં સારાં ? દુકાન કઈ સારી ? આડતિયો ક્યો સારો ?' - આ બધામાં તો જવાબ આપો કે “પોષક હોય તે !' છોકરા માટે પણ કહો કે છોકરો સારો હોય તો ઠીક, નહિ તો વાંઝિયા રહેવું સારું.’ તો અહીં જ્ઞાનની વાતમાં “સારું ખોટું નહિ જોવાનું એમ ? બધું જ જ્ઞાન લઈએ, તો તો નખ્ખોદ નીકળી જાય. ચોરીમાં અને લૂંટફાટમાંયે જ્ઞાન તો જોઈએ જ છે. સાર્થવાહને કેમ ઘેરવો અને માલ લૂંટી લઈ કેમ ચાલ્યા જવું, એમાં પણ જ્ઞાન તો જોઈએ છે. દુનિયાની કઈ વસ્તુમાં જ્ઞાન ન જોઈએ ? શાસ્ત્ર કહે છે કે, એ બધું જ્ઞાન સંસારવર્ધક. જીવાદિનું જ્ઞાન પણ આરંભના અખતરા માટે નહિ, પણ આરંભથી બચવા માટે છે. એટલા માટે તો શાસ્ત્ર લખ્યું કે સંસારની પિપાસા ઘટી હોય તો શાસ્ત્ર વાંચજો, નહિ તો આઘા રહેજો. આગમમાં તો બધુંયે લખ્યું છે. વિવાહના પ્રકાર પણ લખ્યા પણ તે કરવા માટે નહિ. બતાવ્યું કે બ્રહ્મચર્ય મહાધર્મ છે, એ ન પાળી શકાય તો વધુ અનર્થ ન થાય એટલા માટે આ ઓછા અનર્થ કરનારા, લોકમાં યોગ્ય મનાયેલા પ્રકારો બતાવ્યા. જો વિવાહ કરવો પડે તો, “કરો” એમ નહિ, પણ કરવો જ પડે તો પેલા વધુ અનર્થ કરનારા પ્રહારોથી બચો, એમ જણાવ્યું : પણ વિવાહ કરવો જ જોઈએ એમ શાસ્ત્ર નથી કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org