________________
375
૭ : આત્માને સબળ બનાવો ! 27
Jain Education International
શ્રી નેમનાથસ્વામી અને શ્રી કૃષ્ણ !
શ્રી નેમનાથસ્વામીએ જ્યારે સંયમ નહોતું લીધું ત્યારે જરાસંઘની સાથેના શ્રી કૃષ્ણના યુદ્ધમાં જવા માટે તેમને બધાએ કહ્યું. પોતે ગયા. સામાની અમુક શક્તિથી શ્રી કૃષ્ણની આખી સેના મૂર્ચ્છિત થઈ. શ્રી નેમનાથસ્વામી તથા શ્રી કૃષ્ણ ઉપ૨ તેની શક્તિ ન ચાલી. હવે જો એ શક્તિનો ઉપાય ન થાય. તો અમુક સમય બાદ સેના મરી જાય. શ્રી કૃષ્ણે શ્રી નેમનાથસ્વામીને ઉપાય પૂછ્યો અને શ્રી નેમનાથસ્વામીએ ઉપાય બતાવ્યો. શ્રી કૃષ્ણે કહ્યું કે ‘ઉપાય માટે હું જાઉં તો ખરો, પણ આટલી મોટી સેનાને સાચવે કોણ ? મારી ગેરહાજરીમાં એ આખી સેના ઉપર સેના ફેરવી દે તો ?' શ્રી નેમનાથ ભગવાને કહ્યું કે ‘સેના સાચવવાનું કામ મારું - એક પણ સૈનિક માર્યો ન જાય એની જોખમદારી મારે માથે.’ શ્રી કૃષ્ણજી ગયા. હવે અનંતબલના સ્વામી શ્રી નેમનાથ ભગવાન શું કરે છે તે જુઓ. ઇંદ્રે પણ તરત પોતાના સારથિને શસ્ત્રો સાથે રથ લઈને મોકલ્યો. ભગવાને આખી સેના ફરતો ૨થ ઘુમાવવા માંડ્યો. ૨થ એવા જોરથી ઘુમાવ્યો, કે સામી સેનાને ૨થ સિવાય કશું દેખાય જ નહિ. સામેથી શસ્ત્રો આવવા લાગ્યાં તેને, પોતે નિષ્ફળ કરતા ગયા અને પોતે એવી રીતે શસ્ત્રો ફેંકતા કે સામાનાં શસ્ત્ર કામ કરે જ નહિ. કોઈનો મુગટ ઉડાડી દેતા, તો કોઈનું બખ્તર ભાંગી નાખતા. ત્રણ દિવસ આ પ્રમાણે સેનાને સાચવી, પણ એક પણ લોહીનું ટીપું જમીન પર પડવા દીધું નહિ. અનંતબળવાળા ભગવાને બચાવ કર્યો, પણ આવેશમાં આવીને એક પણ પક્ષના એક પણ સૈનિકનું લોહીનું ટીપું પડવા ન દીધું. સામેની સેનાની અનીતિ હતી - સૂતેલા મૂર્છિત સૈનિકો ઉપર શસ્ત્રપ્રહાર, એ ખુલ્લી અનીતિ હતી, છતાં ભગવાનનો એક જ મુદ્દો કે, અનીતિ થવા ન દેવી અને બચાવ કરવો. અનંત બળવાળા આ રીતે વર્તે. ભગવાન મારવા ધારે તો વાર હતી ? પણ એ ધારે જ નહિ. સામી સેનાએ જાણ્યું કે આ તો શ્રી નેમનાથ સ્વામી પોતે છે, કે આપોઆપ બંધ થઈ ગયા. શાસ્ત્ર કહે છે કે, આવા આત્માઓને કષાય કે આવેશ ન હોય.
ન
જ્ઞાન, આરંભથી બચવા માટે મેળવો !
જ્ઞાની કલ્પતરુ, પણ ક્યારે ? વિનીત હોય તો ! રૂપવાન સદાચારી હોય તો કલ્પતરુ : સત્તાધીશ નીતિમાન હોય તો કલ્પતરુ : બળવાન ક્ષમાશીલ હોય તો કલ્પતરુ અને લક્ષ્મીવાન દાતાર હોય તો કલ્પતરુ ! વિનય વિનાનો જ્ઞાની,
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org