________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
-
374
કે કાર્યવાહીમાં કંઈ જોઈ શકે તેવું છે? હોય તો ઘણું જ સારું, વાંધો નથી, પણ એવી કોઈ કાર્યવાહી છે ? એવી કાર્યવાહી જુએ તો ઇતરને જરૂર થાય છે કે કોક ઊંચો ! તમે એમ કહો કે અમારા દેવ, ગુરુ અને ધર્મ ઊંચા. સામો ડાહ્યો હોય તો કહી દે કે “એ ઠીક, પણ મારા કરતાં તું કેટલો ઊંચો છે ?” આનો જવાબ વાળવાનું સામર્થ્ય છે ?
શાસ્ત્ર કહે છે કે, દેવ, ગુરુ અને ધર્મની વાત કરનારો પોતાની સમજ, ભૂમિકા અને આચારોનો ખ્યાલ ન રાખે, તો ભક્તિ કરતાં આશાતના ઘણી કરે.
શ્રી જિનેશ્વરદેવને પૂજનારો, નિગ્રંથ ગુરુઓને સેવનારો, અને એમના જ પ્રરૂપેલા ધર્મને માનનારો, અયોગ્ય કાર્યવાહીની પ્રશંસા કરી જ ન કરે. પરંતુ આજે તો અયોગ્ય કાર્યવાહી માટે ઠપકો દેવો, એ જ ભયંકર થઈ પડ્યું છે. વિચારો કે માણસાઈ કોનું નામ ? માણસ અને માણસાઈ ભિન્ન છે. શાસ્ત્ર કહ્યું છે કે, મનુષ્યનું શરીર દુર્લભ નથી, પણ મનુષ્યપણું દુર્લભ છે. માણસાઈ વિનાનો ભલે માણસ કહેવાય, પણ એ ખરેખર માણસ છે નહિ, - માત્ર આકૃતિ માત્રથી જ એ માણસ કહેવાય છે. એક પણ પ્રવૃત્તિ વગર વિચાર્યું કરે નહિ તેનું નામ માણસ. જ્યારે સામાન્ય મનુષ્યની આ સ્થિતિ હોય, તો હવે જૈનની કેવી હોવી જોઈએ ?
જેમાં સ્વ-પર હિત ન સચવાય તેવું જૈનથી લખાય કે બોલાય ખરું ? અરે બેયનું ન સચવાય તો ભલે, પણ પોતાનું તો પારમાર્થિક હિત સાચવવું જોઈએ કે નહિ ? પારમાર્થિક સ્વહિત સાચવી પરહિત કરનારને જૈનશાસને ઉપકારી કહ્યો છે. સ્વહિતને આથું મૂકે, તે પરહિત શું કરી શકે ? પોતાના આત્માની ઉપેક્ષા કરે, તે પારકું ભલું કેમ કરી શકે ? દુનિયાદારીમાં એ ખરું કે પૌદ્ગલિક સંગ પોતે છોડી પારકાનું ભલું કરે, પણ આત્મા પોતાનું શું છોડે ? સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમાંથી શું મૂકે ? બીજાના ભલાના બહાને શ્રી અરિહંતદેવને આવા મૂકે, નિગ્રંથ ગુરુદેવને આઘા મૂકે, કે સમ્યગ્દર્શન આદિ ધર્મને આઘો મૂકે, તો પછી રહે જ શું ? એમ કરનાર તો સ્વ-પર ઉભયનો નાશક જ છે. સમજદાર આત્મા ગમે તેવા પ્રસંગે પણ પોતાનું પારમાર્થિક હિત ન ચૂકે અને તેમ થાય તો જ તે સ્વ-પરના હિતનો સાધક બની શકે. ગમે તેવા સંજોગોમાં પણ પરનો ઘાત થાય તેવો પ્રયત્ન, અનંતબલી આત્માનો ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org