________________
૭ : આત્માને સબળ બનાવો ! - 27
શ્રી કાર્તિક શેઠે રાજાની આજ્ઞાથી તાપસને પારણું કરાવ્યું. પણ હૃદયમાં શું હતું ? તરત નિર્ણય કર્યો કે સંસારમાં રહ્યો તો રાજાની આજ્ઞા માનવી પડી ને ! માટે હવે તો અહીંથી છૂટીને સંયમ લેવું. સમ્યગ્દષ્ટિ આત્મા આવા પ્રસંગે આવો નિર્ણય કરે.
373
સમ્યક્ત્વની ત્રણ શુદ્ધિ છે. તે ત્રણ શુદ્ધિનું નિરૂપણ કરતાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે ગુજરાતી ભાષામાં પોતાની રચેલી શ્રી સમ્યકૃત્વના સડસઠ બોલની સજ્ઝાયમાં કહ્યું છે કે
“ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે; શ્રી જિન ને જિનમત વિના રે, જુઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચારો ચિત્તમાં રે. ૧ બીજાથી નવિ થાય રે; વચનશુદ્ધિ કહેવાય રે. ચતુર વિચારો ચિત્તમાં રે. ૨ છેદ્યો ભેદ્યો વેદના રે, જે સહેતો અનેક પ્રકાર રે; જિન વિણ પરસુ૨ નવિ નમે રે, તેની કાયાશુદ્ધિ ઉદાર રે
ચતુર વિચારો ચિત્તમાં રે. ૩”
જિનભક્તે જે નવિ થયું રે, તે એવું જે મુખે ભાખીએ રે, તે
૯૭
સમ્યગ્દષ્ટિ આત્મા મનથી અને વચનથી તો શુદ્ધ રહી શકે છે, પણ કદાચ દાક્ષિણ્યતા આદિ કારણોએ કાયાથી ઝૂકી જવું પડે, પણ હૈયું તો ન જ ઝૂકવું જોઈએ. મનમાં તો વિચારે કે ‘હું પ્રમત્ત, હું અસમર્થ !’ અને વચનથી પણ એમ જ કહે. જો મન અને વચનથી પણ ગયો તો તો ખલાસ જ, ગયું જ સમજો. કમતાકાતના યોગે કદાચ કાયા જાય, પણ મન-વચન તો ન જ જવાં જોઈએ. આ ત્રણ શુદ્ધિ ન જાળવે કે જાળવવાની કાળજી ન રાખે, તે કઈ વખતે ધર્મને ઠોકરે મારશે, તે ન કહી શકાય.
ભક્તિ કરતાં આશાતનાથી બચો !
ઉપરની શુદ્ધિઓના સેવનના અભાવે તમે જુઓ કે શ્રી જિનરાજ દેરાસરમાં, ગુરુ ઉપાશ્રયમાં ને ધર્મ આગમમાં, આવું દેખાય છે કે નહિ ? બહુલતયા આ વાત છે. તમારામાં તમારી પેઢી ઉપર, બજારમાં, તમારો ધર્મ ઇતર જોઈ શકે એવું શું છે ? ઠીક છે, તિલક છે એથી તમને જૈન માને, પણ જૈન તરીકેની વિશિષ્ટતા બતાવનારું શું છે ? તમારી ભાષા, વાતચીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org