________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
ભગવાન શ્રી આર્યસુહસ્તિ મહારાજાને શ્રી સંપ્રતિ મહારાજા વિનયપૂર્વક
પૂછે છે કે -
૭
.
૨
‘વાપિ શ્રમના તે, મવત્રાર્વલેશવત્ ।
अनार्येष्वपि देशेषु, विहरन्ति कुतो न हि ।। १ ।। '
‘હે ભગવન્ ! આ સાધુઓ જેમ આર્યદેશમાં વિચરે છે, તેમ કોઈ પણ વખત અનાર્ય દેશોમાં કયા કારણથી વિચરતા નથી ?”
આ પ્રશ્નના ઉત્તરમાં દશપૂર્વના સ્વામી ભગવાન્ શ્રી આર્યસુહસ્તિ મહારાજા ફરમાવે છે કે,
Jain Education International
‘વ્યા સૂરયોડનાર્થ-લેશેાજ્ઞાનત: સા । જ્ઞાન-વર્શન-ચારિત્રાવૃત્સવૃત્તિ ન પાર્થિવ ! ।। શ્ ।।'
‘હે રાજન્ ! સદાને માટે આચારાદિકની અજ્ઞાનતાના કારણે અનાર્ય દેશોની અંદર જ્ઞાન, દર્શન અને ચારિત્ર વૃદ્ધિ પામતાં નથી.’
372
આ ઉત્તર સાંભળી પરમાર્હત્ શ્રી સંપ્રતિ મહારાજાએ વિનવ્યું કે, ‘હે ભગવન્ ! આપ સાધુઓને મોકલીને અનાર્ય દેશોમાં પણ આચારોની સુંદરતાને જાણો તો ખરા !' મતલબ એ જ કે શ્રી સંપ્રતિ મહારાજાએ પ્રથમથી જ એ કાર્યવાહી કરી લીધી હતી, અર્થાત્ બન્ને વસ્તુતત્ત્વના જ્ઞાતા હતા. અત્યારે તો એવી દશા છે કે ‘ઉપસર્ગના યોગે કર્મક્ષય થાય' - આ વાત લઈને તેવા પ્રકારની શક્તિ ન હોવાં છતાં પણ ઉપસર્ગ ન આવે તો લાવવાની પેરવી કરવામાં આવે છે ! આવી વૃત્તિવાળાઓ તો સુષુપ્ત જ્વાલામુખી ફાટવાનો પ્રયત્ન કરનારા હોઈ, સ્વ-પર ઉભયના હિતનો નાશ કરનારા છે. કોઈ પણ વાત કરતાં પહેલાં સાધ્ય વસ્તુ ખાસ વિચારવી અને આત્મસામર્થ્ય તપાસવું. શાસનની રક્ષા માટે પણ સામર્થ્ય જોવું : સામર્થ્ય ગોપવે તે વિરાધક તેમજ સામર્થ્ય ન હોય ને કરવા જાય તો કદાચ એવી સ્થિતિમાં પણ આવે, કે આરાધનાને બદલે વિરાધના લાવે.
જ્ઞાની કહે છે કે, ઉપસર્ગને ટાળવા યોગ્ય પ્રયત્ન કરવો : ટાળવા છતા ટળે તેવો નથી એમ લાગે તો થાય તે ખરું કહી બેસી જવું જોઈએ, પણ મૂળ વસ્તુ તે રત્નત્રયી ન મુકાય : તત્ત્વત્રયીની ઉપાસનાને હાનિ ન પહોંચાડાય ! રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર : અને તત્ત્વત્રયી એટલે શ્રી અરિહંતદેવ, નિગ્રંથ ગુરુ અને શ્રી અરિહંતદેવે કહેલો ધર્મ ! અપવાદ હોય એવો પ્રસંગ આવે કે રાજા વગેરેની આજ્ઞાથી ક્રિયા કરવી પડે, ત્યાં અપવાદ, પણ ત્યાંયે મનશુદ્ધિ તો હોય જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org