________________
371
૭ : આત્માને સબળ બનાવો ! – 27
66
‘કારણ જોગે કારજ નીપજેજી, ક્ષમાવિજયજી જિન આગમ રીત રે.”
આત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને વિકસિત કરવું હોય, તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમય બનવું જોઈએ : પણ સંસારમય બન્યું ન ચાલે ! આત્મા જાગ્રત થયો કે ઉદ્યમની પ્રધાનતા થાય જ. નિકાચિત કર્મો છોડતાં નથી, પણ શાસ્ત્ર કહે છે કે શુક્લ ધ્યાનરૂપી તપ તો નિકાચિત કર્મને પણ તપાવે છે. ધ્યાન જેવો એક પણ ઉદ્યમ નથી. ઉદ્યમનો અર્થ દોડાદોડ કરવી તે નહિ, પણ ઉદ્યમનો અર્થ, આત્માની જાગૃતિ વિશેષ.
ભગવાન શ્રી મહાવીરદેવને સાડા બાર વર્ષ સુધી એ છદ્મસ્થ સંયમકાળમાં ભયંકર ઉપસર્ગ થયા, ખીલા ઠોકાયા, પણ આત્માની જાગૃતિ સાચવી રાખી : એ જ આત્માનો ઉઘમ. આત્માના સ્વરૂપમાં એકસરખી લીનતા એ જ આત્માનો ઉદ્યમ. આત્માની સાથે વળગેલાં કર્મોને છૂટાં કરવાના ઉદ્યમ સામે ગમે તેવી સ્થિતિ ઊભી થાય તો પણ વાંધો નહિ. જે ઉદ્યમથી કર્મ ખસે તે ઉદ્યમ. એ વખતે જો ભગવાન સામાની કાનપટ્ટી પકડી પૌદ્ગલિક બળ દેખાડે તો કર્મથી છૂટવા માટે ધ્યાન છૂટે ક્યાંથી ? કર્મ ખસેડવાનો ઉદ્યમ તે આત્માનો ઉદ્યમ. કર્મથી છૂટવા માટે ધ્યાન જેવો એક પણ ઉઘમ નથી. વ્યવહારમાં પણ મજૂરને બહુ તો રોજના બે રૂપિયા કે પાંચ રૂપિયા મળે, જ્યારે વિચારશીલને સેંકડો રૂપિયા મળે અને હજારો પણ મળે. ધ્યાન તો કર્મક્ષય મોટેનો ઊંચામાં ઊંચો ઉદ્યમ છે. ભગવાન, ખીલા ઠોકાયા ત્યારે શુભ ધ્યાનથી ચળ્યા નહિ, એ એમનો મોટામાં મોટો ઉદ્યમ.
શક્તિનો અતિરેક પણ ન હોય :
૯૫
Jain Education International
સભા : સહન કરવા અસમર્થ હોય એ શું કરે ?
જ્ઞાની કહે છે કે, તાકાત ન હોય એણે ઉપસર્ગના સ્થળેથી આઘે ખસી જવું. કદાચ આવી પડે અને મક્કમતા ન રહે, તો મૂળ વસ્તુ સાચવીને - એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સાચવીને - દૂર કરવાના પ્રયત્ન પણ કરે. ઘણા કહે છે કે, ‘કર્મ ખપાવવા ભગવાન લાટ જેવા અનાર્ય દેશમાં ગયા, તો તેમના સાધુઓ કેમ તેવા દેશમાં જતા નથી ?' ભગવાનના સાધુઓ કહે છે કે, ‘અમે ન જઈએ, કારણ કે, ભગવાનમાં જે તાકાત હતી, તે અમારામાં નથી.'
For Private & Personal Use Only
www.jainelibrary.org