________________
૯૪
–
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
-
370
પુલ નહોતા ગ્રહણ કરતા એવું ન હતું, પરંતુ જે પણ ગ્રહણ કરતા તેના દ્વારા ત્યાગની તૈયારી કરતા હતા. એટલે જ એ રીતે કેવલજ્ઞાનને ઉપાર્જી શક્યા. ઉદ્યમ પહેલો કે ભાગ્ય પહેલું?
સભા : ભાવસ્થિતિ પરિપક્વ થાય ત્યારે એ બનેને?
એ બધી વાત જ્ઞાની જોઈ શકે. પાંચ કારણ વિના કાર્ય ન થાય. પણ સમ્યગ્દર્શન પામ્યા પછી મુખ્યતા ઉદ્યમની છે. બધું એમાં આવી જાય. ભવિતવ્યતા માનીને ઉદ્યમ જ ન કરે તો એ પણ એક કારણનો લોપ થાય. પાંચ કારણમાં ઉદ્યમ પણ એક કારણ છે. સમ્યગ્દષ્ટિ માટે પ્રધાનતા ઉદ્યમની હોય.
બે જણા જતા હોય : એક આંધળો અને એક દેખતો. આંધળો ટિચાય, થાંભલે ભટકાય, પડી જાય તો જોનારને દયા આવે, ઊભો કરે, રસ્તે પણ ચડાવે અને વાગ્યું હોય તો પાટો પણ બાંધે. દેખનાર જો ટિચાય તો એને જોનાર ઊલટો કહે કે “ભાળતો નથી? છતી આંખે કાં ટિચાય છે?” એમ જ સમ્યગ્દર્શન પામ્યા પછી જીવ-અજીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, કર્મની સત્તા તથા તેના ઉદયાદિકનું સ્વરૂપ બધું સમજાય, કર્મ નિષ્ફળ કરવાની રીત સમજાય, છતાં પ્રયત્ન ન કરે તો સમ્યગ્દર્શનને હાનિ જ કરે, છતી આંખે અંધાપો લેવાની ક્રિયા જેવું થાય. જો ભવિતવ્યતાની જ વાત કરો, તો વ્યવહારમાં પણ એ વાત કરો ને ! પૈસા મળવાના હશે તો મળશે, શું કામ મહેનત કરો છો ? રોટલી આપોઆપ આવશે, ભાણું એની મેળે આવશે, છતાં ત્યાં તો પ્રયત્ન જારી રાખો છો. એવી રીતે અહીં પણ પ્રયત્ન જારી રાખો તો આત્મા જાગ્રત થયો કહેવાય.
મન વશ કરવા માટે વચન તથા કાયા પહેલાં વશ કરવાં જોઈએ. એ વાત ખરી કે મન વશ થયા વિનાની ક્રિયા જોઈતું ફળ આપી શકતી નથી. મનશુદ્ધિ વિનાની ક્રિયા જોઈતા લાભ ન આપે, પણ મનશુદ્ધિ માટે વચનશુદ્ધિ તથા કાર્યશદ્ધિની ખાસ જરૂર છે. કાયિક ક્રિયા વિના છૂટકો જ નથી. શરૂના અભ્યાસ માટે વચન તથા કાયાને મુખ્યતા આપી શકાય છે.
સભા : મન વશ કરવા શું કરવું?
જ્ઞાની પુરુષોએ જે જે ક્રિયાઓ વિહીત કરી છે, તે બધી જ ક્રિયાઓ બહુમાનપૂર્વક કરવાની. શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં શ્રી ક્ષમાવિજયજી મહારાજાએ કહ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org