________________
989
-૭ : આત્માને સબળ બનાવો ! -27
-
૯૩
એમના મોંમાં લગામ નાખવામાં આવે અને હાથમાં લગામ આવે, તો એ ઘોડા કામના. તે જ રીતે મન, વચન અને કાયા - આ ત્રણ યોગરૂપી ઘોડાઓને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ લગામ નાંખો તો એ ત્રણે આપણા. ગમે તેવો ગાંડો હાથી હોય, પણ માલિક અંકુશ સાથે શિર ઉપર હોય, તો તે હાથીનું કાંઈ પણ ન ચાલે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપી લગામ નાંખો, તો મન, વચન અને કાયા ધારો તે કામ આપે. લગામ ગઈ કે હાનિ કરે. મહર્ષિ કુરગડુનું દષ્ટાંત :
સંયમને ટકાવવા માટે શરીરને આહાર અપાય, પણ શરીર માગે તે નહિ : પિંડ પોષવા પૂરતો જ ! મુનિ પણ ખાય છે અને તમે પણ ખાઓ છો. ભેદ કયાં ? એકનું ખાવું, મોક્ષના સાધનને ટકાવવા માટે અને બીજાનું ખાવું એ પુદ્ગલપોષણ અને મોજશોખ માટે ! સંયમ અને સંયમના સાધનની રક્ષા માટે આહાર કરવા છતાં પણ, મુનિઓ “ખાવું એ સારું છે' - એમ માનતા નથી.
શ્રી કુરગડુ મુનિને હાથમાં કોળિયો છતાં કેવલજ્ઞાન થાય છે, એનું કારણ? એમનો પૂર્વનો અંતરાય એવો છે કે મુનિ થયા પછી પણ નવકારશી પણ મુસીબતથી કરી શક્તા. ભલે પોતાથી તપનું સેવન નથી થતું, પણ તપસ્વીઓને જોઈને વિચારતા કે “આ તપસ્વીઓને ધન્ય છે, હું અધન્ય છું એ પુણ્યશાળી છે. હું પાપાત્મા છું : ક્યારે તપનો અંતરાય તૂટે અને તપ કરી શકું !' આ મુનિ આહાર કરતા ખરા, પણ ભાવના કઈ ? તપનો અંતરાય ક્યારે તૂટે એ જ ! પરિણામ એ આવ્યું કે તપસ્વી રહી ગયા અને તેઓ ખાતાં ખાતાં કેવલજ્ઞાન પામ્યા.
પર્વ દિવસે તેઓ ભિક્ષા લઈને આવ્યા, ત્યારે માસક્ષમણના તપસ્વી એવા ત્રણ મુનિઓએ કહ્યું કે “આજે પણ આહાર?” એમ કહી એમના પાત્રમાં ઘૂંક્યા. શ્રી કુરગડુએ વિચાર્યું કે મહર્ષિઓના મુખામૃતની પ્રાપ્તિ થઈ. ત્યાં જ ભાવનાની વૃદ્ધિને યોગે શ્રી કુરગડુ મુનિવરને કેવલજ્ઞાન થયું.
પુદ્ગલની આધીનતા તૂટે અને આત્મા બળવાન થાય, ત્યારે કર્મ બાળવા માટે અંતર્મુહૂર્તની જરૂર છે. અંતર્મુહૂર્તમાં જ ચારે ઘાતી કર્મનો નાશ થાય છે, અને કોઈ કોઈને તો આઠેય કર્મનો અંતર્મુહૂર્તમાં નાશ થાય છે.
શ્રી કુરગડુ મુનિ આહાર લેતા હતા, પણ ભાવના કઈ ? - એ જ વિચારવાનું છે. સંયમને ટકાવવા માટે આહાર કરતા ! તે મહાજ્ઞાની મુનિવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org