________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
વર્તનારાઓ નથી જ પામી શકતા. એવું પુણ્ય તે જ આત્માઓ ઉપાર્જી શકે છે, કે જે આત્માઓ પોતાના જીવનને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી ઓતપ્રોત બનાવે.
૧૮૦
સારામાં સારો ગણાતો મનુષ્ય પણ જો યોગ્ય સંસર્ગમાં ન મુકાય, તો તે નીચો, તેમ મુનિ પણ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે, તો તેનાથી પણ નીચો. તેમજ જેમ જેમ ઊંચે જાય તેમ પદસ્થ : પણ જો આજ્ઞાથી આઘે જાય તો એ તેનાથી પણ ભયંકર. જેમ ઊંચે જાય તેમ સામગ્રી વધારે હોય ને ! તમે બહુ તો કોઈને ખોટું બોલતાં શીખવો, પેલો તો સર્કલ એવું ફેરવે કે ન પૂછો વાત. જેનો આગેવાન આંધળો, એનું કટક કૂવામાં. એ કટકના કાનમાં ફૂંક મારવી જોઈએ કે નહિ ? ફૂંકથી ન માને તો ઉદ્ઘોષણા કરવી જોઈએ કે નહિ ? ભંભા વગાડવી જોઈએ કે નહિ ? વગાડવી જ જોઈએ, પણ એમાં હેતુ શો ? એક જ કે ‘કટક કૂવામાં ન પડે.’
456
આચાર્ય કુમત તરફ કરડા જ હોય :
સંઘ એટલે પણ સમુદાય. શાહુકારનો પણ સમુદાય હોય, સાધુનોયે સમુદાય હોય, અને લૂંટારાઓનો પણ સમુદાય હોય. કોઈ પણ સમુદાયને એકદમ સારો કે ખોટો કહી દેવો એ ભયંકર. કહેવું પડે કે ‘સાધુઓનો સમુદાય સારો, શાહુકારોનો સમુદાય પણ આબાદી કરનારો, પણ લૂંટારો સમુદાય તો ગાબડાં જ પાડનારો.’ સાધુઓનો સમુદાય આવે તો સામે જવું અને ગૌરવપૂર્વકનું સન્માન કરવું, કે જેથી દુનિયા સન્માર્ગે જાય. શાહુકારનો સમુદાય આવે તો તેને પણ ઉચિત આદર અપાય : પણ લૂંટારાનો સમુદાય આવે તો ? કહો ને કે ઉચિત કરવું પડે, તેવી જ રીતે શાસ્ત્ર કહે છે કે, શ્રી સંધ પૂજ્ય પણ અને ભયંકર પણ. પૂજ્ય સંઘ કોણ ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાયુક્ત હોય તે. અને આજ્ઞા બહાર થઈ જાય તો તે કહેવાતો સંઘ પણ સર્પ જેવો ભયંકર.
શ્રીસંઘમાં આચાર્યનું સ્થાન શ્રી તીર્થંકરદેવના જેવું છે. જેમ તીર્થંકરદેવ કેવળજ્ઞાન પછી ભિક્ષા લેવા ન જાય, તેમ આચાર્ય થયા પછી આચાર્ય પણ ભિક્ષા લેવા ન જાય, આચાર્ય એટલે શાસનના નાયક. બધી જ ફરજ એમના માથે. ધર્મનો ઘાત થતો ભાળે તો તે બેસી ન રહી શકે. એમની પાસે વાદી હોય, બોલનારા હોય, ચર્ચા કરનાર હોય, આગળ ચાલનારા તેમજ પાછળ ચાલનારા પણ હોય, અર્થાત્ સઘળા સુપરિવારથી આચાર્ય પરિવરેલા હોય અને શાસનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org