________________
457
–
– ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉમૂલન - 32 –
–
૧૮૧
રક્ષા માટે તેઓ સદાય સજ્જ હોય. શાસનમાં ચાલતી સઘળી હિલચાલથી તેઓ વાકેફ જ હોય : કારણ કે, ઉન્માર્ગનું ઉન્મેલન અને સન્માર્ગનું સ્થાપન, એ તેઓની મુખ્ય ફરજ છે. રાજા જેમ રાજ્યના વિરોધી તરફ કરડો હોય અને રાજ્યના પ્રેમી તરફ મીઠો હોય, તેમ આચાર્ય પણ શાસનવિરોધી તરફ કરડા હોય. એમની દેશનામાં બધા આવે. એમની દેશનામાં કુમતનું ઉન્મેલન ચાલતું જ હોય. આવા શાસનસંરક્ષક મહાપુરુષની રક્ષા માટે આખો શાસનપ્રેમી સમાજ પોતાના પ્રાણ પાથરવા તૈયાર રહેવો જોઈએ. આચાર્ય વિનાનો સાધુસમુદાય ચોરની પલ્લી જેવો કહેવાય છે. સુનાયક જરૂર જોઈએ. જો એ નાયક સૂરિ, જિનમતથી વિરુદ્ધ પ્રરૂપણા કરે, તો તે મનોહર મટી ભયંકર થઈ જાય. - પાંચસો શિષ્યોને લઈને અંગારમÉકાચાર્ય આવતા હતા. એ અભવી હતા. આ જાણીને નગરમાં રહેલા આચાર્યે પોતાના શિષ્યોને કહી દીધું કે પાંચસો હંસને લઈને તેનો નાયક બનેલો કાગડો આવે છે. પેલા આવ્યા પછી પણ આ આચાર્યે પાંચસોને કહી દીધું કે “આ સૂરિ ત્યાજ્ય છે.' પાંચસોએ કહ્યું કે, કેમ ? એ તો અમારા ગુરુ છે, ઉપકારી છે, તારક છે.” આચાર્યે કહ્યું કે
એ કબૂલ, પણ ત્યાજ્ય છે.” આચાર્ય સ્વરૂપ સમજાવ્યું, પ્રતીતિ કરાવી. એ વાત કહેવાઈ ગઈ છે. માર્ગ સાચો કહેતા હતા, પણ કઈ વખતે બીજું ઝેર નાખશે એ કેમ કહેવાય ? બીજું ઝેર નહિ નાખે એની ખાતરી શી ? હૈયાનો મેલ કયારે ઊતરે એ કેમ કહેવાય ? મેલ ન ઊતરે એની શી ખાતરી ?
નીતિશાસ્ત્ર પણ સજ્જન-દુર્જનનું લક્ષણ બાંધ્યું છે કે દુર્જનનો એ ગુણ કે મુખે મધુ પણ હૃદયે તો હળાહળ ઝેર અને સજ્જનનો એ ગુણ કે હૃદયમાં મધુ પણ સમયે વાણીમાં કટુતા આવ્યા વિના રહે નહિ. મોઢાની મીઠાશ ન સાચવી શકે, તે દુર્જનતાનો પાઠ પૂરો ન ભજવી શકે. સામા માણસ પાસેથી ગમે તે રીતે ચીજ લેવી છે અને ગુનેગાર પણ સામાને બનાવવો છે, એ માટે દુર્જન બધું કરે. જરાયે મીઠાશ ન ખુએ. તેની ઢબછબ બધી જ જુદી : આંસુ પાડે, રોઈ પણ જાય, મને મારી નાખ્યો એમ પણ કહે : એનાથી થાય એટલા ઢોંગ કરે. સજનની કટુતા પણ સજ્જનતા ફેલાવવા માટે છે, જ્યારે દુર્જનની મધુરતા દુર્જનતાનો ચેપ ફેલાવવા માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org