________________
૧૮૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
--
53
સંસારના અર્થીપણાને ધર્મમાં ફેરવી નાંખો
પૂર્વના મહાપુરુષોએ ધર્મની રક્ષા કરી, એ કેટલા બધા માર્ગસ્થ હતા ? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને અને ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર આદિ મહારાજાઓને બધા વારંવાર કેમ યાદ કરે છે ? એ ભયંકર વિકટ સમયમાં થયા હતા. એમને માથે બે કામ હતાં. ખોટા સાહિત્યની સામે સાચું સાહિત્ય મૂકવું તથા આપત્તિના પહાડ સામે ઊભા રહી માર્ગાનુસારી લખવું, બોલવું અને સંકટ સહેવું. આ બધું એ મહાપુરુષોએ કર્યું, માટે એમના પ્રત્યે એકેએકને એ સદ્ભાવ, એ ભક્તિ થઈ અને કહેવું પડ્યું કે મહાપુરુષોએ જો આ પ્રયત્ન ન કર્યો હોત તો થાત શું? આજે વાતવાતમાં એ મહાપુરુષોની સાક્ષી મુકાય છે, એનું કારણ એ જ કે એ મહાપુરુષોએ બધી વિપરીત વાતને ખંડિત કરી, વાક્ય વાકયે ઉન્માર્ગનું ખંડન અને સન્માર્ગનું મંડન કર્યું.
જે આત્મા જે સ્થિતિમાં હોય, તે સ્થિતિની પરીક્ષા કરી યોગ્યના ચરણમાં શિર ઝુકાવે તે સમ્યગ્દષ્ટિ. પરીક્ષા કરવા જતાં દૃષ્ટિરાગમાં ફસાય તો ભયંકર. મુદ્દો એ છે કે વસ્તુની કાળજી હોવી જોઈએ. તમારામાં બુદ્ધિ કેમ છે ? આદમીને પગથી જ પરખો કે આ શાહુકાર છે કે કેવો છે? એવી તમારી બુદ્ધિ છે. તમારામાં શક્તિ નથી એ કહો તે કેમ મનાય ? એમ કહો કે ત્યાં જેટલી દરકાર છે, એટલી અહીં દરકાર નથી. બહેનો પણ માટીનું ભાજન લેવા જાય, ત્યાં વિસાત તો બેચાર પૈસાની, પણ માટલું કેટલી વાર ખખડાવે ? જરા બોદું માલૂમ પડે તો ન લે. એટલેથી સંતોષ ન થાય તો તેમાં પાણી ભરીને પણ જુએ, તે પછી લે. નોકર પણ શાક લેવા જાય તે પંદર દુકાને ફરીને, ગાળ ખાઈને પણ શાક સારું લાવે, કારણ કે દરકાર છે. તેમ તમને પણ દરકાર હોય, તો તમારી પણ બુદ્ધિ હેરત પમાડે તેવી છે. મુદ્દો એ છે કે જે બુદ્ધિ બીજે માર્ગે જોડાઈ ગઈ છે, એને આ તરફ વાળવાની જરૂર છે. એ બુદ્ધિનો ઉપયોગ અહીં કરો. સામગ્રી રાખી નથી એનું આ પરિણામ છે. તમે ધર્મના અર્થી નથી એમ કહેવાય ? સાચું અર્થીપણું આવી જાય તો ?
અર્થના અર્થી અર્થ માટે ગામ, ઘરબાર, માબાપ, કુટુંબ પરિવાર, સ્નેહીસંબંધી સર્વ તજે, જ્યાં પરિચિત ન હોય ત્યાં આવી વસે. મુંબઈમાં બધા ક્યાંના ? બધા પરદેશી. ભાડૂતી ઘરમાં રહેવાવાળા. કેમ આવ્યા ? અર્થના અર્થીપણાથી. ધર્મના અર્થીપણામાં શું કર્યું ? જેટલું અર્થીપણું ત્યાં છે, તેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org