________________
ત૭
– ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉમૂલન - 32
-
૧૮૩
અહીં થાય તો બાકીની જિંદગીમાં એટલું બધું કામ કરી શકો, કે જેની સીમા નહિ બંધાય. શાસનસેવામાં સર્વસ્વનો સદુપયોગ કરી દેવામાં હાનિ શી?
વર્તમાનની હીલના તથા પ્રભાવનાનો અર્થ સમજો. આજની હીલના એટલે અજ્ઞાનીનો બકવાદ અને પ્રભાવનાનો અભાવ એ ધર્મીનો પ્રમાદ. ધર્મીની તૈયારી નથી. પહેલાંના વખતમાં એવી ભયંકર પરિસ્થિતિ હતી, કે જેનું વર્ણન ન થાય : પણ તૈયારી તમામ હતી. ઝટ તૈયારીનો અમલ હતો. ધર્મ અને અધર્મનું યુદ્ધ પ્રથમ પણ ચાલુ હતું, દરેક કાળમાં ચાલુ. ગોશાળો અગિયાર લાખનો ગુરુ અને ભગવાન શ્રી મહાવીરદેવના એક લાખ ને ઓગણસાઠ હજાર, સંખ્યા કેટલી નાની ? છતાં કેવા દીપતા ? તે વખતે પણ સંખ્યાનું પ્રબળપણું સત્ય સામેના અસતું પક્ષમાં હતું. સભા ચમત્કારની પણ અસર નહિ ?
ત્યાંથી નીકળે ત્યારે સમવસરણ વગેરે જોઈ જરાક થાય કે કેવાક છે : પણ જરા દૂર જઈ બીજું જ બોલે. આપણો મુદ્દો એ છે કે દરેક કાળમાં ધર્મીની તૈયારી હોય તો, આખી સ્થિતિ ફરી જાય. એક એક ધર્મી એક એક કામ હાથમાં લે અને એમાં સર્વસ્વ સમર્પે, તો સામે ગમે તેવી તૈયારી અને ગમે તેવા ધસારા હોય, તો પણ તે નિષ્ફળ જ જાય: કારણ કે, આપણા મૂળમાં સત્ય છે. શ્રી હરિશ્ચંદ્ર બધું છોડ્યું, પણ સત્ય ન છોડ્યું. બધાએ કહ્યું કે પછી સત્યની પ્રભાવના કરજો, હાલ તરત જરા વેગળું મૂકો.” શ્રી હરિશ્ચંદ્ર કહ્યું કે “અત્યારે સત્ય મૂકું, તો દુનિયા પાસે સત્યની વાત કરી શકું કેવી રીતે ? દુનિયા કહે કે જેમ તમે પણ પ્રસંગ આવ્યું સત્ય વેગળું કર્યું તેમ અમે પણ કરીએ.”સત્ય ખાતર શ્રી હરિશ્ચંદ્ર રાજાએ રાજ્ય છોડ્યું, સુખસાહ્યબી, સિંહાસન વગેરે બધું જ છોડ્યું, સામગ્રી માત્ર છોડી. પોતે ક્યાં ? રાણી ક્યાં ? બચ્ચાં કયાં? આ હાલત સ્વીકારીને પણ સત્ય સાચવ્યું. પરિણામે પુષ્પવૃષ્ટિપૂર્વક રાજ્યસિંહાસન વગેરે બધું જ મળ્યું અને હતું એથી અધિક માન વધ્યું અને વસુરાજાએ સત્યને છોડ્યું, તો તે સિંહાસનથી નીચે પડ્યો, પૃથ્વી ઉપર ટિચાયો અને પડ્યો તેવો પાતાળમાં ગયો. ધમની તૈયારી જોઈએ. પરંપરા ચાલે તેવું પાપ ધર્મને બહાને પણ ન થાય. એક કામ કર્યું, દોષ પણ થાય, પણ બન્યા પછી પરંપરા મજાનીઃ તેને શાસ્ત્ર ધર્મકાર્ય કહ્યું અને તેની પરંપરા પણ પાપની થાય, તેને અધર્મ કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org