________________
૧૮૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
460
ઉપાશ્રય એ ધર્મસ્થાન અને બંગલો એ અધર્મનું સ્થાન: આ પણ સ્થાન ને એ પણ સ્થાન : બન્નેનો ઉપયોગ અને પરિણામ સમજો ! જે કાર્યમાં પરિણામ કટુ તે તો ત્યાજ્ય અને જેનું પરિણામ સુંદર તેની વર્તમાનની કટુતા હોય તો પણ તે સહેવી જોઈએ. ત્યાં હાય બાપ થાય તો ભવિષ્યમાં હાય બાપ જ રહેવાની.
સાધુ ઘરબાર છોડી નીકળ્યા શા માટે ? વર્તમાન સુખ માટે ? નહિ જ, ભવિષ્યના ભલા માટે નીકળ્યા છે. શ્રી તીર્થંકરદેવે વર્ષો સુધી ઘોર ઉપસર્ગ સહ્યા, તે અનંતજ્ઞાનની પ્રાપ્તિ માટે. ધર્મને ખીલવવો હશે તો વિરોધીઓનાં અપમાન પણ સહેવાં પડશે, ગાંડાઓની ગાળો પણ ખાવી પડશે, અને લોક આંગળી પણ કરશે. ઢીલા થયા તો નાશ તો છે જ. શાસન માટે સહેવું તે પણ કર્તવ્ય છે. દુનિયાના રંગરાગ માટે સહન કરો છો, તો શાસન માટે સહન કરવામાં હાનિ શી ? કંઈ શ્રાવકની હાલત પલટાઈ ગઈ, આ લોકમાં પણ કેટલાયની દશા ફરી ગઈ. અધર્મનું ફળ નોટિસ આપીને નથી આવતું. જો નોટિસ આપીને આવતું હોત તો તો છાતી ફાટી જાત, પણ અધર્મ કોઈને છોડનાર તો નથી જ. એ રીતે નાશ થાય એ પહેલાં શાસનસેવા માટે સર્વસ્વનો સદુપયોગ કરી દેવામાં હાનિ શી ? મોતથી ડરીને વંદન છોડાય?
અર્જુનમાળી સાતને મારતો. છ આદમી અને એક સ્ત્રી. એ વાત પ્રસિદ્ધ છે. એની સ્ત્રી ઉપર કોઈએ બળાત્કાર કર્યો હતો. યક્ષમંદિરમાં બળાત્કાર થયો હતો. અર્જુનમાળીને ગુસ્સો થયો. એ યક્ષનો ભક્ત હતો. યક્ષની આરાધના કરી, યક્ષને પણ ગુસ્સો આવ્યો અને તેણે તેના શરીરમાં પ્રવેશ કર્યો. ત્યારથી રોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત જણને મારતો. હવે તે જ નગરીના ઉદ્યાનમાં ભગવાન શ્રી મહાવીરદેવ પધાર્યા, ત્યારે શ્રી સુદર્શન શ્રાવકને એમ થયું કે ભગવાનને વંદના કરવા ગયા વિના ચાલે ? કેવળ મોતની બીકે વંદન કરવા ગયા વિના રહેવાય ? મરવું તો છે, પ્રભુ આવે, અને વંદન કરવા ગયા વિના ચાલે ? ત્રણ લોકનો તારક આવે અને કેવળ મોતના ડરથી ન જાઉં તો ભક્ત શાનો ? ઘરમાં બધાને ભેગા કર્યા, ખમાવ્યા અને કહ્યું કે, જાઉં છું. એમ કહીને નીકળ્યા. અર્જુન માળીએ શ્રી સુદર્શને જતા જોયા, જોઈને તે દોડ્યો અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org