________________
81
–
– ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉન્મેલન - 32 ––
૧૮૫
સામો આવ્યો કે શ્રી સુદર્શન શેઠે અભિગ્રહ કર્યો કે આપત્તિ ન ટળે ત્યાં સુધીનું અનશન અને ભગવંતનું જ શરણ. આ બળથી યક્ષ નાઠો, અર્જુનમાલી મૂર્શિત થયો અને શુદ્ધિમાં આવ્યા પછી પૂછ્યું કે, “કયાં જાઓ છો !” શ્રી સુદર્શને કહ્યું કે ભગવાન પાસે.” તે પણ સાથે ચાલ્યો. એક જ દેશના સાંભળી અર્જુનમાળીએ સંયમ લીધું. ક્ષણ પહેલાંનો ઘાતકી એક વખતની દેશનામાં કામ સાધી ગયો, કારણ કે, ભાવનામાં પરિવર્તન થઈ ગયું.
અશુભ કર્મના ઉદય સમયે આત્મા જાગ્રત ન રહે, તો એકમાંથી અનેક પાપ કરે. અર્જુન માળીએ પણ બનાવ બન્યા પછી કષાય ન કર્યો હોત, તો આગળ ક્રિયા ન વધત. પણ કષાય થયો, યક્ષને વિનવ્યો, પછી તો પરાધીન બન્યો. યક્ષ શરીરમાં પેઠો. પરાધીનપણે હિંસક બન્યો. એવો હિંસક પણ ભાવના ફરી ત્યારે સંયમ લઈ કામ સાધી ગયો.
બે જણને અશાતા વેદના સરખી હોય, બેયને પાંચ ડિગ્રી તાવ હોય એક જણ શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો હોય, તે અશુભના ઉદયમાં સહન કરે પણ સમતાથી. સમતાથી સહન કરે એનાં કર્મ ખપે, અને નવાં કર્મ બંધાય નહિ, પડ્યો પડ્યો નવકાર જપે. અને બીજો હાય હોય કરે, એ કર્મ છોડે થોડાં અને બાંધે ઘણાં. કલ્યાણનો જ અર્થી આત્મા ક્રોધને આવવા દે નહિ, આવે તો ફળ પામવા દે નહિ. ડાહ્યા આદમી યોજના એવી કરે કે આત્માને કલુષિત થવા દે જ નહિ અને તીવ્ર ભાવનાના યોગે, કર્મની આધીનતાને યોગે, કષાય થાય તો એને નિષ્ફળ કરે પણ ક્રોધનું ફળ ન બેસવા દે. સમ્યગ્દષ્ટિ આત્માનું એક જ ધ્યાન કે કોઈ પણ પ્રકારે અશુભ તરફ પ્રવૃત્તિ ન થવી જોઈએ. તેમાં ઉપાદેય બુદ્ધિ અને ઉપાદેયમાં હેય બુદ્ધિ ન થવી જોઈએ. ધર્મ કરતાં કસોટી તો થશે જ :
શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કોને આધીન ? ભાવસૂરિને આધીન. શ્રી જિનમત પ્રકાશે તે ભાવસૂરિ વંદનીય, સેવનીય, પૂજનીય : અને વિપરીત કહે તે અવંદનીય, ગહયોગ્ય, હીલનાયોગ્ય. શા માટે ? સ્વપરહિતાર્થે. જગતના પ્રાણી ખોટાથી બચી સત્ય પામે એ જ હેતુથી. સાચાને સાચું અને ખોટાને ખોટું કહે, કહેવું જોઈએ. એવું કહેનાર ભાવસૂરિ હોય છે. અસ્તુ.
અત્યાર સુધીમાં આપણે જોઈ આવ્યા કે શ્રી અરિહંતદેવના વચનની વહેંચણી ચાર અનુયોગમાં થઈ છે. એમાં પણ મુખ્યતા ચોથા “ચરણકરણાનુયોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org