________________
૧૮૯
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
462
છે અને શ્રી ગણધરદેવોએ પણ પ્રથમ રચના “ચરણકરણાનુયોગની કરી છે. હવે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
'अतस्तत्प्रतिपादकस्याचाराङ्गस्यानुयोग:सभारभ्यते, स च परमपदप्राप्तिहेतुत्वात् सविघ्नः । तदुक्तम् - श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ।।१।।
तस्मादशेषप्रत्यूहोपशमनाय मङ्गलमभिधेयम्' “એ જ કારણથી “ચરણકરણાનુયોગ'નું જ પ્રતિપાદન કરનાર શ્રી આચારાંગસૂત્રનો અનુયોગ અમે આરંભીએ છીએ અને તે પરમપદની પ્રાપ્તિનો હેતુ હોવાથી વિદનવાળો છે. “જેટલી વસ્તુઓ કલ્યાણકારી હોય છે, તે વિશનવાળી હોય છે તે કારણથી કહેવામાં આવ્યું છે કે“મોટા પુરુષોને પણ કલ્યાણકારી કાર્યો બહુ જ વિનવાળાં હોય છે અને અકલ્યાણકારી ક્રિયામાં પ્રવર્તમાન થયેલા આત્માઓનાં વિઘ્નો કોઈ પણ સ્થાને ચાલ્યાં જાય છે. તે કારણથી સંપૂર્ણ વિનોના ઉપશમન માટે મંગલ કરવું એ યોગ્ય છે.'
આ ઉપરથી સ્પષ્ટ છે કે, કલ્યાણકારી ક્રિયાઓમાં વિદ્ગો તો હોય જ. વિનોનો સદ્ભાવ એ જ શુભની શુભ તરીકેની પ્રતીતિ છે અને એ વિઘ્નોથી નહિ ડરવામાં જ સાચી કસોટી છે : પરમ મંગલમય વસ્તુઓની સાધનામાં વિઘ્ન આવે એમાં આશ્ચર્ય પણ પામવાનું નથી અને મૂંઝાવાનું પણ નથી, પણ તેના નાશ માટેના જ યત્નો આદરવાના છે. એ જ કારણે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા કહે છે કે, સઘળાં વિઘ્નોના નાશ માટે મંગલની આચરણા કરવી જોઈએ.
મંગલ તે કહેવાય છે, કે જે પોતાના સેવનાર આત્માને સંસારસાગરમાંથી બહાર કાઢે. શ્રી જિનેશ્વરદેવનું દર્શન, પૂજન અને સ્તવન, ગુરુદેવનું દર્શન, પૂજન અને સ્તવન તથા શ્રી જિનેશ્વરદેવના આગમનું શ્રવણ આદિ પણ મંગલ જ છે. હવે વિચારો કે મંગલ શા માટે છે ? સંસારથી બહાર કાઢવા કે સંસારમાં ને સંસારમાં રખડાવવા ? આટલી આટલી તારક વસ્તુઓની પ્રાપ્તિ થયા છતાં, તમે સંસારમાંથી નથી નીકળી શકતા - તેમાં ખામી કોની ?
સભા: અમારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org