________________
403
--- ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉન્મેલન - 32
– ૧૮૦
મંગલમય ચીજો જો હૈયામાં મંગલ તરીકે પરિણમે, તો સંસાર આપોઆપ લુખ્ખો થાય. સંસાર લુખ્ખો થાય, એટલે બધાં પાપ પાતળાં થાય અને તેમ થાય તો ઉદય પાસે જ છે.
ધર્માત્મા જેમ જેમ કસોટી ઉપર ચડે, તેમ તેમ તેનો ઉદય. શ્રી સુદર્શનશેઠ જેમ જેમ શૂળી તરફ જતા ગયા, તેમ તેમ ઉદય નજીક આવતો ગયો. શ્રી સુદર્શનશેઠ આપત્તિથી મૂંઝાત અને વિચારત કે ધર્મનું આ ફળ ? તો શું થાત ? એમનો પોતાનો બિલકુલ દોષ નથી, પોતે મૌન સ્વીકાર્યું તે પણ બીજાનો ઘાત ન થાય તે માટે જ, છતાં પણ નગરમાં વિલક્ષણ રીતે ફરવું પડ્યું અને દોષિત તરીકે જાહેર થવું પડ્યું. તે છતાં શ્રી સુદર્શનશેઠ મૂંઝાયા નહિ. એ તો ઊલટા એમ જ માનતા કે જેમ જેમ કદમ ભરાય છે, તેમ તેમ આત્મા ઉપરનો કર્મનો ઢગલો ઊતરે છે. ઘર પાસે આવ્યા ત્યારે તેમની સ્ત્રીએ પોતાના પતિની એ દશા જોઈ : સ્ત્રીને વિશ્વાસ છે અને તે કહે છે કે, મારા પતિમાં પાપ કદી સંભાવે નહિ. જોયો વિશ્વાસ ? શ્રી સુદર્શનશેઠે સહન કર્યું. ભાવનામાં નિશ્ચલ થયા, તો પરિણામે શૂળી માટી અને સિંહાસન થયું. અને પ્રથમથી પણ માન વધ્યું.
ધર્મ કરતાં પણ ગાંડાઓની ગાળો તો ખાવી જ પડશે અને વિરોધીઓનાં માન-અપમાન પણ સહેવાં જ પડશે. એ બધું ઘોળી પીશો, તો આત્માનો ઉદય થશે. જો એ બધાથી મૂંઝાઈને ચળ્યા તો ખાડો તૈયાર જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org