________________
૧૩: વિનોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે ? 33)
-
જેનમાર્ગ સિવાય મુક્તિ નથી : • ધર્મકથા શા માટે અને શી રીતે વાંચવી-કહેવી ? • જ્ઞાન ભણો, પણ જ્ઞાનનું ફળ ન વિસારો !
પરિણત જનની સંખ્યા તો નાની જ હોય : • ધર્મ અને નીતિનો તફાવત : ૦ પોષક વસ્તુ રોજ જોઈએ : • ધર્મોમાં કાર્યો વિપ્નમય શાથી ? • ધર્મમાં સ્થિર રહો !
વિષય: ધર્મકથાશ્રવણનું સ્વરૂપ. પરિણતિની કિંમત અને વિબ બહુલતા.
પીઠિકામાં વર્ણવેલ અનુયોગનો સંક્ષેપમાં સમાહાર કરી મુખ્યત્વે ધર્મકથા શા માટે અને કઈ રીતે વાંચવી-કહેવી-સાંભળવી - એ વિષયનો અત્રે સ્ફોટ કર્યો છે. જ્ઞાન જરૂરી પણ એના ફળરૂપ વિરતિના લક્ષ્મપૂર્વકનું જ એ વાત અત્યંત દૃઢતાથી રજૂ કરી કલ્યાણકર પ્રવૃત્તિના સાથીઓ હંમેશાં ઓછા જ રહેવાના હોઈ બહુમતીવાદમાં તણાવાથી દૂર રહેવા જણાવ્યું. શાસનની આરાધનામાં શતશઃ વિક્નો આવે. એને જીતવા ધર્મપોષક વસ્તુ રોજ જીવનમાં હોવી જોઈએ. પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો જીતવાથી જ ધર્મ સ્થિર થાય છે, એ અંગે મહર્ષિ સ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત આપેલ છે.
મુવાક્ષાતૃત
૦ મનુષ્યજીવન એ ભોગજીવન નથી, પણ ત્યાગજીવન છે. • મનુષ્યજીવનની મહત્તા ગાઈ, કારણ કે, મનુષ્ય ધારે તો ઇષ્ટ ફળ ઉપજાવી શકે.
શ્રી તીર્થંકરદેવના કલ્પનો અભ્યાસ કરો. એ તારકનું કરેલું કરવાનો દંભ ન કરો. • ધર્મશુદ્ધિ હોય તો વ્યવહારશુદ્ધિ રહે. • પરિણામને ટકાવવા હોય તો આલંબન શુદ્ધ જોઈએ. • કોઈ કહે કે, રોજ એનું એ શું? શાસ્ત્ર કહે છે, કે પોષક ચીજ રોજ જોઈએ. • ધ્યેય ઢીલું, તો પ્રવૃત્તિ પણ પોલી. • દુશ્મનનું પણ ભલું કરવું હોય, તો તમે તમારી સજ્જનતામાં મક્કમ રહો. • ધર્મી, માર્ગથી ખસે, એનાથી ધર્મને જે હાનિ થાય, તે જો એ ધમ ધર્મમાં ટકે તો કદી જ
ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org