________________
૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે :
જૈનમાર્ગ સિવાય મુક્તિ નથી :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ પીઠિકામાંથી આપણને સમજાવી દીધું કે
‘દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ ખાતર શ્રી અરિહંતદેવના ઉપદેશને મેળવ્યા સિવાય કોઈનો પણ છૂટકો જ નથી. કારણ કે રાગ, દ્વેષ, અને મોહ આદિ દોષોનો સર્વથા ક્ષય કરી અરિહંત બનેલા આપ્તપુરુષોના ઉપદેશ સિવાય પ્રાણીને વિશિષ્ટ પ્રકારના વિવેકની પ્રાપ્તિ નથી થતી. વિશિષ્ટ પ્રકારના વિવેકની પ્રાપ્તિ થયા વિના હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે ઉચિત યત્ન થઈ શકતો નથી. હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન વિના રાગ, દ્વેષ, અને મોહાદિ તરફથી આત્માનો નિરંતર થઈ રહેલો પરાભવ કોઈ પણ રીતે અટકાવી શકાય તેમ નથી. અને તે પરાભવને અટકાવ્યા વિના દુઃખનો નાશ નથી, તેમ સુખની પ્રાપ્તિ નથી. એ જ કારણે અમે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ આરંભીએ છીએ.'
આ રીતે શ્રી અરિહંતદેવનાં વચનનો મહિમા એકેએક કલ્યાણના અર્થી આત્મામાં સુસ્થિર થવો જોઈએ. શ્રી અરિહંતદેવનું વચન સુખ, દુઃખ અને સુખદુઃખનાં સાધનોને બરાબર સ્પષ્ટ કરે છે. ટીકાકાર મહર્ષિએ સમજાવેલી વસ્તુ, એક એક કલ્યાણના અર્થો આત્માએ પોતાના હૃદયપટ ઉપર બરાબર કોતરી રાખવી જોઈએ, કારણ કે શ્રી અરિહંતદેવના વચન ઉપર એ જાતની આસ્થા આવ્યા વિના કદી પણ દુઃખના હેતુરૂપ રાગ, દ્વેષ અને મોહાદિકનું જોર ઘટવાનું નથી અને એ ઘટ્યા વિનાં દુઃખ જાય અને સુખ આવે એ કદી જ બનવાનું નથી. આ કારણે પરોપકારમાં રત આત્માએ ગુરુકુળવાસમાં રહી વિધિવિધાન મુજબ શ્રી અરિહંતદેવનાં વચનનો યથાસ્થિત અભ્યાસ કરી વિશ્વના કલ્યાણ માટે તેનો જ અનુયોગ કરવાનો નિરધાર કરવો જોઈએ.
‘શ્રી અરિહંતદેવનાં વચનના અનુયોગ સિવાયની આ વિશ્વમાં બીજી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org