________________
૧૯૦
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ –
–
488
પણ એવી વસ્તુ નથી, કે જેની ઉપાસનાથી રાગ, દ્વેષ અને મોહાદિક દોષોના યોગે અનેક જાતની શારીરિક અને માનસિક યાતનાઓથી રિબાઈ રહેલા આત્માઓ દુઃખોથી છૂટી, શાશ્વત સુખના સ્થાનરૂપ શિવપદની સાધના કરી શકે.' - આ જાતનો નિશ્ચય એક એક સુખના અર્થીને થઈ જ જવો જોઈએ. પ્રભુશાસનના નિગ્રંથો, શ્રી જિનેશ્વરદેવનાં વચનનો જ અનુયોગ કરવા ઇચ્છે અને પ્રભુશાસનના પ્રેમી શ્રાવકો એ અનુયોગના જ શ્રવણને ઇચ્છે : કારણ કે, તે બન્નેય એ જ અનુયોગના યોગે દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ નિશ્ચયપૂર્વક માનનાર હોય છે. “ચારે પ્રકારનો શ્રી સંઘ-એના સિવાય બીજું કોઈ શરણ જ નથી' - એમ ખાતરીપૂર્વક માનતો હોવો જ જોઈએ. એ જ માન્યતાનો પડઘો શ્રી ટીકાકાર મહર્ષિએ આ પીઠિકામાં પાડ્યો છે.
પ્રાણીમાત્રના કલ્યાણ માટે જ સરજાયેલ શ્રી અરિહંતદેવનાં વચનનો અનુયોગ - “૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪-ચરણ-કરણાનુયોગ-આ ચાર પ્રકારે વહેંચાયેલ છે. એ ચારેમાં પ્રધાનતા ચરણકરણાનુયોગની છે. પ્રથમના ત્રણે અનુયોગ તો તેના સાધનરૂપ છે. જે સાધનથી સાધ્યની સિદ્ધિ ન થાય, તે સાધન જ ન કહી શકાય. એ ત્રણેને સાધનરૂપ બનાવવા હોય, તો વસ્તુના રહસ્યને સમજતાં શીખો : નહિ તો શાસ્ત્ર કહે છે કે, જે વસ્તુ પુણ્યવાન આત્માને લાભદાયી હોય છે, તે જ વસ્તુ હીન પુણ્યવાન આત્માને હાનિ કરનારી થાય છે અર્થાત્ તેવા આત્માઓ એ વસ્તુને હાનિ કરનારી બનાવે છે. પ્રથમના ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગ'ની સિદ્ધિ માટે છે. એને છોડી દેવામાં આવે તો ત્રણે અનુયોગોનો ઉપયોગ હાનિ જ કરે.
ચરણકરણાનુયોગ' તરફના સદ્ભાવ વિના સેવવામાં આવેલા પ્રથમના એ ત્રણે અનુયોગો, મુક્તિમાં સહાયક બનવાને બદલે સંસારના સહાયક બની જાય. મુક્તિ કોની અને ક્યારે થાય ? મુક્તિ તેની જ થાય, કે જે ત્રણે અનુયોગો દ્વારા વસ્તુસ્વરૂપને સમજી, સ્વપરનો વિવેક કરી, ચરણકરણાનુયોગની સંપૂર્ણ આરાધના કરે. જ્યારે આત્મા ત્રણે અનુયોગોના પરિશીલન દ્વારા સત્યને સત્ય તથા અસત્યને અસત્ય સમજી, સ્વ અને પરનો ભેદ કરી, ચરણકરણાનુયોગના સેવન દ્વારા પરના સંસર્ગથી છૂટે અને પોતાના સ્વરૂપને સંપૂર્ણતયા ખીલવે ત્યારે જ મુક્તિપદનો ભોક્તા થાય.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org