________________
૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33
સભા : એટલે આ શાસનની પ્રાપ્તિ સિવાય તો મુક્તિ નહિ જ ને ? ‘અમે તો શ્રી મહાવીરને જ પૂજીએ' એવું જ્યાં હોય ત્યાં જ આ પ્રશ્ન થાય : પણ જ્યાં ‘શ્રી મહાવી૨ જિન હતા માટે એમને પૂજીએ, અમે તો શ્રી જિનને જ પૂજીએ, પછી નામે એ ગમે તે હોય' - આવું હોય ત્યાં આ પ્રશ્ન ન જ થાય. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી મુક્તિ પામે, અર્થાત્ જે રાગદ્વેષને જીતે તેની જ મુક્તિ થાય. ‘શ્રી ઋષભદેવસ્વામીને પણ માનીએ અને શ્રી મહાવીરસ્વામીજીને પણ માનીએ : શાથી ? એ શ્રી જિનેશ્વર હતા, અરિહંત હતા એથી. સિદ્ધ ભગવાન કોણ ? જેઓએ આઠે કર્મો ખપાવ્યાં હોય તે. આચાર્ય કોણ ? પોતે શુદ્ધ આચારમાં પ્રવર્તે અને જગતને શુદ્ધ આચારમાં પ્રવર્તાવે તે. ઉપાધ્યાય કોણ ? જે આગમના વેદી હોઈ શિષ્યગણને આગમવેદી બનાવે તે. સાધુ કોણ ? જે પોતાના આત્માનું હિત સાધે અને આત્મહિત સાધકના સહાયક થાય તે.' જ્યાં આ જાતની માન્યતા હોય, ત્યાં તમારા પ્રશ્નનો ઉત્તર હકારમાં જ હોય. શ્રી જૈનશાસનને પામ્યા વિના મુક્તિ ન થાય, એનો ભાવ એ જ છે કે રાગાદિ દોષોને જીતનાર મહાન આત્માઓએ બતાવેલા માર્ગની આરાધનામાં જ મોક્ષ અને એમ કહેવામાં કે માનવામાં પણ વાંધો શાનો હોય ? જે આત્માને ઉક્ત વસ્તુસ્વરૂપમાં વાંધો હોય, તેની મુક્તિ થાય પણ શી રીતે ? વસ્તુને વસ્તુ સ્વરૂપે માનવામાં ઇન્કાર કરે, એ કોઈ પણ રીતે સિદ્ધિપદને સાધી ન જ શકે.
467
જે જે આત્માને અનંત સુખના ધામરૂપ મુક્તિપદ સાધવું હોય, તેને તેને શ્રી અરિહંતદેવની આજ્ઞા સ્વીકારવી જ પડશે અને તે આજ્ઞા મુજબ દુનિયાના સઘળા પદાર્થોને આત્માથી પર માનવા જ પડશે અને તે શ્રી અરિહંતદેવની જ આજ્ઞા મુજબ તે પદાર્થોના સંગમાં ફસાયેલા આત્માને અલગ કરવા માટે ઉચિત . પ્રયત્નો આદરવા જ પડશે, અને તેમ થશે તો જ મુક્તિ સાધી શકાશે.
સભા : અન્ય લિંગે સિદ્ધિ થાય છે ને ?
પૂર્વની આરાધનાના યોગે કે તથાપ્રકારના તપના યોગે લઘુકર્મીપણું થાય, માર્ગાનુસારીપણું આવે, ક્ષયોપશમ થાય, સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ થાય અને ક્ષપકશ્રેણી માંડે, તો અન્ય લિંગે પણ કેવળજ્ઞાન થાય, એમાં વાંધો શો ? મુદ્દો એ કે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ.
Jain Education International
૧૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org