________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨
–
098
ધર્મકથા શા માટે અને શી રીતે વાંચવી – કહેવી ?
પ્રથમના ત્રણે અનુયોગોનો જ્ઞાતા આત્મા, જો ભવાભિનંદી બની જાય તો અથવા તો સંસારની સાધના માટે તે ત્રણે અનુયોગોનો જ્ઞાતા બનવા માગે, તો તે આત્મા તે અનુયોગોના ફળને પામી શકતો નથી. પાપસ્થાનકોથી બચવા માટે નિર્માયેલા અનુયોગોનો, પાપસ્થાનકોની સેવામાં ઉપયોગ કરવો એના જેવી ભયંકર અજ્ઞાનતા એક પણ નથી. ત્રણે અનુયોગોનું જ્ઞાન ત્યારે જ સફળ થાય, કે જ્યારે તે આત્માને ચરણકરણાનુયોગનો ઉપાસક બનાવે.
આખા ધર્મકથાનુયોગની રચના કરવામાં ઉપકારી પુરુષોનું એક જ ધ્યેય કે એ બધું જાણીને , સાંભળીને, જાણનાર અને સાંભળનાર સારું તથા ખોટું સમજે અને ખોટાથી છૂટી સાથે માર્ગે આવે. કથાનુયોગમાં વર્ણવાયેલ મહાપુરુષોનાં જીવન સાથે, આપણા જીવનને સરખાવી વિચારણા કરાય અને તે કરવા દ્વારા જો ખોટાપણું કઢાય અને સારાપણું આચરાય તો જરૂર જિંદગી સફળ થાય. દરેક ચરિત્રની પાછળ મહાપુરુષોએ કરેલી છેવટની ભલામણ ખાસ હૃદયમાં રાખવી જોઈએ. શરૂઆતના તથા અંતિમ ધ્યેયને લક્ષ્યમાં રાખી કથામાં પ્રવેશ કરવો, કે જેથી ભ્રમણા ન થાય. પહેલાં લખ્યું કે આવી સ્થિતિ પામેલા પણ બધું વર્જી આત્મકલ્યાણ સાધી ગયા. માટે એ પુણ્યવાનનું ચરિત્ર કહેનાર તથા સાંભળનારનું જીવન પવિત્ર થાય છે - એ હેતુથી આવા મહાપુરુષનું જીવન કહીએ છીએ. છેલ્લે ઉપસંહારમાં પણ લખ્યું છે કે એ જીવનને જાણી, જેના યોગે તે પુણ્યપુરુષ મુક્તિપદે ગયા, તે સેવવા તમે તમારી શક્તિનો સદુપયોગ કરો. આટલું જાણ્યા પછી વચ્ચે મૂંઝવણ કેમ થાય ? વચ્ચે કથામાં તો આવે કે અમુક મોટું રાજ્ય પામ્યા, પણ તરત થાય કે એમાં કાંઈ મહત્તા નથી, કારણ કે, એનો પુણ્યનો પ્રકાર છે. પણ એમણે તે છોડ્યું તેમાં જ ખરી મહત્તા છે, કારણ કે, સાચો પુરુષાર્થ તે છે. આ તો ન લેવી પીઠિકા, ન લેવી છેલ્લી વાત અને વચ્ચે પણ જ્યાં જ્યાં મુનિવરનો સમાગમ, તેમની દેશના તથા વૈરાગ્યની ભાવના વગેરે આવે, ત્યાં ત્યાં તે વસ્તુને તો અડે જ નહિ, તેનું શું થાય ? મકાન, રંગરાગ, ખાનપાન વગેરે વગેરે વસ્તુઓમાં જ અટવાયા કરે તો ડૂબી જાય, એમાં આશ્ચર્ય પણ શું ? ધ્યેય નક્કી થાય તો જ વસ્તુ ફળે.
ઉપર કહ્યું તેમ ધર્મકથાનુયોગમાં ધર્મી ને અધર્મ આત્માઓની યોગ્ય ઉપસંહાર સાથે કથાઓ છે. ગણિતાનુયોગમાં દુનિયાના સઘળા પદાર્થોની ગણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org