________________
- ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ - 21
-
જો સામો આદમી સામાનું બગાડી જ શકતો હોય, તો તો દુનિયામાં કોઈને સારું હોત જ નહિ. અશુભ કર્મના ઉદયરૂપ નિમિત્ત ન હોય, તો કોઈ કાંઈ કરી શકતું નથી. આથી દરેકે “બચાવ ન કરવો, સાવધ ન રહેવું' એમ કહેવાનો આશય નથી, પણ દુશ્મનનાયે ભૂંડાની તો ભાવના ન જ હોવી જોઈએ'-એમ કહેવાનો આશય છે. “જરૂર પડ્યે રક્ષણ માટે હાથ દેવાય, હાથ આડા ધરી બચાવ કદાચ કરાય, પણ દુશ્મનનુંય ભૂંડું તો ન જ ઇચ્છા-આવી ભાવનાવાળાને દુશ્મન પ્રત્યે ખરાબ ભાવ આવે ક્યાંથી ? આ અને રૌદ્રધ્યાન ન આવે, એની સમ્યગ્દષ્ટિ ખૂબ કાળજી રાખે. સમ્યક્ત આવે ત્યારથી જ એ દુર્ગાનનાં પરિણામ મંદ પડે-ઢીલાં થાય, પણ તે કયારે થાય ? ત્યારે જ કે જ્યારે સમ્યક્તની ભાવનામાં હૃદય ઓતપ્રોત બને ! એ ભાવનાનો અભાવ હોય તો આત્મા બહુ બંધાઈ જાય. માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે.
દુશ્મનને સુધારવા માટે કરવી પડતી કડવી ક્રિયા કરતી વખતે પણ હૃદયમાં ભાવના કઈ હોય ? માતા બચ્ચાને મારે, પણ એને રોતું જોઈ ઘરમાં જઈને એ રુએ. કોઈ કહે કે “મારવામાં વેર-ઝેર હતું ?' નહિ, હિતબુદ્ધિ જ હતી. એનાં આંસુ પહેલાં તો ડબલ આંસુ માને નીકળે, કારણ કે બાળક પ્રત્યે માતાનો દ્વેષભાવ નથી. માતા કદાચ મારે તો પણ તેનું હૃદય કયું ? માતા બાળકના હિતને માટે ઉપાય બધા કરે ! તેવું જ હૃદય સમ્યગ્દષ્ટિનું સુધારવા યોગ્ય વ્યક્તિ પ્રત્યે હોય. બાળકને મારતી વખતે માતાનો હાથ કેવો ઊપડે ? તમે તમારા હાથે તમાચો મારો તો તમારા ગાલ ઉપર તમારો હાથ કેવો ઊપડે ? સામો મારે એવી ધોલ મરાય ખરી ? કહો ને કે હાથ ચાલે જ નહિ. ભલે ને ખૂબ લાંબો કરીને જોરથી ઉપાડ્યો હોય, પણ ગાલ પાસે આવતાં આવતાં તો તે હળવો થઈ જ જાય. કોઈ કદાચ અવાજ માગે, તોયે હાથ પોલો રાખીને અવાજ પણ કરો : પરંતુ વાગે નહિ એની કાળજી તો રાખો જ : કારણ કે મારાપણું બેઠું છે. તેમ પ્રાણીમાત્રનું ભલું કરવાની બુદ્ધિ જેના આત્મામાં હોય, તે જ પારકાનું ભલું કરવાને લાયક છે : બીજા નાલાયક છે.
સમ્યત્ત્વની ભાવનામાં તો આખા વિશ્વ પ્રત્યે મૈત્રી છે. એ કેંદ્રિય જીવો પ્રત્યે પણ સમ્યગ્દષ્ટિના હૃદયમાં મૈત્રીભાવના વર્તે. એ ભાવના જો ઊડી જાય તો તો બધું જ ઊડી જ જાય. મૈત્રી એટલે “શેકહેન્ડ' વગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે તો પરનું હિત ચિંતવવાનું ! સામાના હિત માટે શેકહેન્ડ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org