________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
284
કરવી પણ પડે, ન પણ કરાય, આઘા પણ ઊભા રહેવું પડે, પરંતુ ભાવના શુદ્ધ જોઈએ. અયોગ્ય ભાવનાનો અંકુરો પણ ન આવે, એની કાળજી પૂરી રાખે તે સમ્યગ્દષ્ટિ ! ભલાના નામે ખોટી ભાવના આવે તો કર્મસત્તા ન છોડે. ગમે તે સ્થિતિમાં મુકાય, છતાં ભાવના એ કે દુશ્મનનું પણ ભલું થાઓ-દુશ્મનનું પણ ભલું હું કયારે કરી શકું !” ઉપકારની ભાવનામાં ફેર ન પડવા દો!
નાના, મોટા, શત્રુ, મિત્ર, પરિચિત, અપરિચિત,-એ બધા પ્રત્યે વર્તાવમાં ભલે ફેર હોય, પણ બધામાં બુદ્ધિ તો હિતની જ હોય. “સર્વે સુખી થાઓ-એ ભાવના ! ભાવના બધા સુખી થાઓ એવી, પરંતુ તે માટે કેમ વર્તવું, ત્યાં તો ભેદ પડશે : એના અમલમાં જરૂર ભેદ પડશે : સાતમે ગુણઠાણે, છછું, પાંચમે, ચોથે ગુણઠાણે અને માર્ગાનુસારીની પણ ઇચ્છા તો મુક્તિની, પણ કાર્યવાહીમાં ભેદ જરૂર પડે. સાતમે ગુણઠાણે અપ્રમત્તાવસ્થા છે, જ્યારે છઠું પ્રમત્તાવસ્થા છે અને પાંચમે-ચોથે વળી એથી પણ જુદી દશા છે. ભાવના એકસરખી, છતાં કાર્યવાહી જુદી કેમ ? કારણ કે સરખી શક્તિનો અભાવ છે ! મુનિ પાસે એક આદમી ચોવીસે કલાક કાયમ રહે અને જો તે રહેનાર આત્મા સુયોગ્ય હોય તો એના ઉપર મુનિ ઘણો ઉપકાર કરી શકે : અને બે, ચાર કે છ કલાક આવે ત્યાં એટલો ઉપકાર ન થાય ઓછો થાય : મહિનામાં બે દિવસ આવે એના ઉપર સાવ ઓછો થાય : કોઈક વખત જ મળે એના પર નહિ જેવો જ થાય : ન મળે તેના પર ન પણ થાય ! એ રીતે ઉપકારની કરણીમાં ફેર, પણ ભાવના તો એક જ. હા, એક વાત જરૂર છે કે રોજ સાથે રહેનારો કે રોજ ચાર-છ કલાક આવનારો આત્મા અયોગ્ય હોય કે ઓછી યોગ્યતાવાળો હોય તો એના ઉપર પણ ઉપકાર ન થઈ શકે કે થોડો થઈ શકે અને કોઈક જ દિવસે આવેલો આત્મા યોગ્ય હોય, તો તેટલામાં પણ ઘણો ઉપકાર થઈ શકે માટે બેઉ દૃષ્ટિએ વિચાર કરવાનો. પરંતુ બધાના હિતની જ ભાવના હોવી જોઈએ. દરેક આત્મા કર્મનો ક્ષય કરી, અનંત સુખના ભાગીદાર થાય, એ જ એક ભાવના હોવી જોઈએ ! એમાં જરા પણ ફેર ન જ પડવો જોઈએ. જેમ જેમ વિદ્યાર્થી હઠીલો, તેમ તેમ એને શિક્ષક વધુ શિક્ષા પણ કરે, છતાં ભાવના કઈ ? એક જ ભાવના કે બધા ટાઇમસર આવે, સીધી રીતે બેસે, એ સરખી રીતે સાંભળે, રીતસર લેસન કરે અને પરીક્ષામાં સોએ સો ટકા પાસ થાય. યોગ્યતાના પ્રમાણમાં શિક્ષામાં ફેરફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org