________________
285
-
-
- ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ - 21 -
-
-
૯
હોય, પણ “બધા જ હોશિયાર થાઓ !'-આ એક જ ભાવના સર્વ માટે હોવી જોઈએ. રક્ષણની શિખામણની-શિક્ષાની ક્રિયામાં ફેરફાર હોય, પણ ઉપકારની ભાવનામાં તો ફેર ન જ હોવો ઘટે. સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ કેવી હોય, એ વાત ચાલે છે.
તમે બધા શાસનને ચાહતા હો-શાસનનું હિત ચાહતા હો, તો શાસન કદરૂપું દેખાય એવી ક્રિયા શાસનપ્રેમીના હાથે ન થવી જોઈએ. જેને માનીએસેવીએ-પૂજીએ,-એ કદરૂપું દેખાય એવી કાર્યવાહી ન કરવી જોઈએ. અજ્ઞાની દોષદષ્ટિવાળો ગમે તે કરે, પણ સમજદારના હાથે થોડું પણ ખરાબ થાય, એ ઇચ્છવાયોગ્ય નથી. જે રીતે સુધારવા ઇચ્છીએ છીએ, તેમાં અયોગ્ય વર્તન કરવાથી ભેદ પડે અને કરવા ધારીએ તે ન કરી શકીએ. હિતૈષીના હાથે અહિત ન થવું જોઈએ : હિતના નામે અહિત ન થાય તેમ વર્તવું જોઈએ : છતાં જો એમ વર્તાય, તો પેલા જ્ઞાની વર્તે તેના કરતાં, આ ભયંકર કહેવાય. આટલી કાળજી રખાય તો જે કરવા માંગીએ છીએ, તે સહેલાઈથી કરી શકાય. શ્રી સુબુદ્ધિમંત્રીનું દષ્ટાંત:
શ્રી સુબુદ્ધિમંત્રીની ભાવના એ છે કે “મારો માલિક સન્માર્ગે કેમ આવે : કયા ઉપાયથી સન્માર્ગમાં એ જોડાય!” પણ પ્રસંગ આવવો જોઈએ ને ? એકવાર રાજાએ કોઈ પ્રસંગ હોઈ પોતાના મંડળને પોતાને ત્યાં જમવા માટે નોતર્યું : એમાં મંત્રી તો હોય જ. બધા મળવા આવ્યા, જમવા બેઠા, રસોઈ પિરસાઈ : રાજાને ત્યાંની રસોઈમાં કમી શી હોય? રાજા એક એક વસ્તુ લેતો જાય છે અને-કેવી છે?'એમ પૂછતો ટેસ્ટ કરતો જાય છે. બધા સારી જ કહે છે : ખોટી હોય તોયે સારી જ કહેવી પડે : રાજાની રસોઈમાં રાજાની સામે દૂષણ કોણ કાઢે ? પાછળની વાત જુદી છે. બધા વખાણ કરે છે : મંત્રી કાંઈ બોલતા નથી. રાજા મનમાં વિચારે છે કે “આ બધા “હાજી' કહે છે, કારણ કે એ ‘હાજિયા' છે : “નાજી' કહેવાનું શીખ્યા નથી : પણ જ્યાં સુધી મંત્રી સુબુદ્ધિ સારી ન કહે-ન વખાણે, ત્યાં સુધી રસોઈની કિંમત નહિ.'
રાજા : ‘મંત્રી ! તું કેમ કંઈ બોલતો નથી ?”
મંત્રી : “આપે મને જમવા બોલાવ્યો છે કે બોલવા ? જે માટે બોલાવ્યો છે તે કરું છું'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org