________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
286
રાજા : “રસોઈ સારી કે ખોટી તે કહેવામાં વાંધો શો ?” મંત્રી : “રસોઈ જેવી છે તેવી છે, જેમાં કહેવાનું શું?” રાજા : ‘(જરા ગુસ્સે થઈને કહે છે.) “પણ કેવી છે ?' મંત્રી : “જેવી બની છે તેવી છે.” રાજા : ‘પણ ખારી, ખાટી, તીખી, કાંઈ તો કહે !
મંત્રી : “રાજનું! જેવી છે તેવી છે એની લપ્પન-છપ્પનમાં ફાયદો શો ? ખોટી કહું તો કંઈ સારી બની જવાની છે ? અમુક ઉમદા ચીજની અપેક્ષાએ ખોટી પણ ગણાય અને એનાથી ઊતરતી ચીજની અપેક્ષાએ સારી પણ ગણાય. એની પંચાતમાં ઊતરવાનું શું કામ ?”
રાજા : ‘તું તો મૂઓં છે તું તારે રાજકારભાર કર : તું એ કરી જાણે : તને આની ખબર ન પડે.'
મંત્રી : “એમ માનો ! આપ મુખત્યાર છો.'
બધા વચ્ચે મૂર્મો કહ્યો તે સહન થાય ? થાય, પણ કોનાથી ? પોતાનું સાચવવા ઇચ્છનારથી તથા પોતાનું સાચવીને પારકાનું ભલું કરવા ઇચ્છનારથી ! એ તો એવું પણ સહન કરે. બધા વિખરાયા. હવે એકવાર રાજા તથા મંત્રી બેય ફરવા નીકળ્યા. નગરની બહાર ગયા કે એક ગંધાતી ખાળ આવી : એમાંથી બહુ જ ખરાબ દુર્ગધ છૂટે છે. રાજા નાક દાબી, મોટું મરડી, ઘોડો ઉતાવળે હાંકી દોડી ગયો અને દૂર જઈ ઊભો રહ્યો. મંત્રી તો નાક દાખ્યા વિના-મોટું મરડ્યા વિના આવે છે : અહીં નાકે લૂગડું રાખવાને હરકત નથી, પણ એને તો રાજાને બતાવવું છે, એટલે ખાસ એ મુજબ આવે છે. રાજા વિચારે છે કે “મંત્રી કેવો જંગલી છે ? એને દુર્ગધ પણ નથી આવતી !” મંત્રીને ગંધ નહોતી આવતી એમ નહિ : ગંધ આવતી હતી : કપડું ધારે તો રાખી શકે : પણ રાજાને સમજાવવાની ખાતર, ઇરાદાપૂર્વક આ મુજબ ધીમે ધીમે આવે છે. બાકી ગંધ ન સહાય તો કપડું રાખવામાં વાંધો નહિ, પણ તેના પ્રત્યે મુખ બગાડી, ગુસ્સો વગેરે કરવાની શી જરૂર ? “ખાળ આવી ને ખાળ તેવી’ એમ કહેવાથી ખાળ કાંઈ ઊડી જાય ? આઘો જાય તો બચે. ખસવામાં વાંધો નહિ, પણ ગુસ્સો શું કામ આવે ? મંત્રી રાજા પાસે આવ્યો, એટલે રાજા કહેવા લાગ્યો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org