________________
287
૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ
-
21
Jain Education International
રાજા : ‘તને ગંધ પણ નહોતી આવતી ?'
મંત્રી : ‘જેવી હતી તેવી આવતી હતી.'
રાજા : ‘સહન કેમ થાય ?’
મંત્રી : ‘જેમ થાય તેમ.’
રાજા : ‘તું તો ગાંડો છે.'
રાજા મનમાં વિચારે છે કે ‘મંત્રી ગાંડો છે : એની જોડે વાતચીત શી ? એ તો એ ભલો અને એનો રાજકારભાર ભલો. એને બીજી ગમ ન પડે.’ ત્યાંથી પાછા ફર્યા અને બેય પોતપોતાના મકાને ગયા.
૧૧
મંત્રીને હવે રાજાને સન્માર્ગે લાવવાનો ઉપાય મળ્યો. નોકર પાસેથી એ ગંધાતી ખાળમાંથી ઘડો ભરીને પાણી મંગાવ્યું. કતક નામનું ચૂર્ણ, કે જે ચૂર્ણનો એવો સ્વભાવ છે કે જો પાણીમાં નાખે તો પાણીનો મેલ દૂર થાય, તેનાથી મંત્રીશ્વરે પાણી નિર્મળ બનાવ્યું. પાણીની સૂક્ષ્મતા ન જાય, પાણી જાડું ન થઈ જાય, એટલા પ્રમાણમાં સ્વાદુ અને સુગંધી દ્રવ્યો એમાં ભેળવી એ પાણીને મધુર, ઠંડું, સુગંધિત, તૃષાને શમાવનાર તથા ઇંદ્રિયોને સુખદાયક બનાવ્યું. આ પાણીને રાજાના રસોડે પહોંચાડ્યું અને રસોઇયાને કહેવરાવ્યું કે ‘આજે મહારાજાને આ પાણી આપવું.’
આમાં જાનની આપત્તિ છે હોં ! રાજાની જોડે આ ખેલ છે, પણ એને તો રાજાનું ભલું કરવાની ભાવના છે, એટલે આપત્તિનો ડર નથી. રાજા મહેલ. તરફ આવે છે ત્યારે દૂરથી એને સુગંધી આવી. વિચાર કરવા લાગ્યો કે ‘આજે એવી કઈ રસોઈ થઈ છે કે જેની આવી ખુશબો આવે છે ? એવી કોઈ રસોઈની આજ્ઞા આપી નથી.' રાજા જમવા બેઠો, રસોઈ પિરસાઈ, પણ જુએ છે તો એક પણ એવી ચીજનો પત્તો લાગતો નથી અને સુગંધી તો મ્હેંકી રહી છે. પાણીનું વાસણ આવ્યું : એમાંથી સુગંધી ઊછળે છે એ જણાયું. ઇંદ્રિયાધીન આત્મા કેટલો વખત કાબૂમાં રહે ? તરત પાણી પીધું. જમ્યાં પહેલાં પીધું. એ જ વખતે રાજા રસોઇયાને કહે છે કે ‘આટલા દિવસથી તું મારે ત્યાં છે, કોઈ દિવસ તેં આવું પાણી પાયું નથી, આજે જ પાયું, તો રોજ કેમ પાતો નથી ?' રસોઇયાએ કહ્યું કે ‘સાહેબ ! એ તો મંત્રીશ્વરે મોકલ્યું છે.' રાજાએ વિચાર્યું કે ‘હવે હું સમજ્યો. જે મંત્રીને ઘેર આવાં પાણીનો કૂવો હોય-જે મંત્રી પાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org