________________
૧૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
પણ આવાં પીએ, તે મારી રસોઈ શાની વખાણે ?” વિષયાધીન આત્માની હાલત જોઈ ? રાજા વિચારે છે કે તે દિવસે મારી રસોઈ ન વખાણવાનું કારણ હવે સમજ્યો ! આવું પાણી પીનારને ખાળની દુર્ગધ આવે જ કયાંથી ?”
રાજા : “બોલાવો મંત્રીને !' મંત્રીને બોલાવ્યો. મંત્રી આવ્યો.
રાજા : “આવા કૂવાનું પાણી તું રોજ પીએ છે અને અમને આજે જ મોકલ્યુંઃ રોજ કેમ નથી મોકલતો ?”
રાજાની બુદ્ધિ ઉપર મંત્રી હસ્યો. રાજા : “મંત્રી ! આ કયા કૂવાનું પાણી છે ?'
મંત્રી : “રાજન ! વચન આપો તો કહું. તમે રાજા : ઘડીમાં રોષાયમાન થાઓ તો ઘડીમાં તોષાયમાન થાઓ ! તમારા રોષ કે તોષનો વિશ્વાસ શો ? રાજાની મૈત્રી ક્યાં સુધી ? મને અભયદાન આપો પછી હું બધી જ વાત કહી દઉં.”
રાજા : પણ આમાં મરવાની વાત કયાં છે ? ક્યા કૂવાનું પાણી, એ કહેવું એમાં મરવાની વાત આવી ?”
મંત્રી : “જી હા ! એ આપ ન જાણો. આપ અભયદાન આપો.' રાજા : “કબૂલ, તને કાંઈ જ વાંધો નહિ આવે.'
મંત્રી : “રાજનું! જે ખાળ આગળ મઢે ડૂચો દઈ આપ ઘોડો હાંકી ગયા હતા, એ ખાળનું આ પાણી છે.'
રાજા : “મારી પણ મશ્કરી કરે છે ?'
મંત્રી : “નહિ, આપની મશ્કરી શું કામ કરું ? સાચું જ કહું છું કે તે જ ખાળનું આ પાણી છે.'
રાજા : ‘ત્યાં આવું પાણી ?”
મંત્રી : “ના, પાણી એવું નહિ પણ એ પાણી પણ જો યોગ્ય ઉપાય કરાય તો આવું પાણી બની શકે છે.”
રાજા : “ન બને.” મંત્રી : ‘બનાવી દઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org