________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
282
આરાધનામાં રત બન્યા છે, તેઓના મુખમાંથી નીકળતી સુધારાની વાત એ વસ્તુતઃ સુધારો નથી, પણ એક જાતનો દંભ છે. સાચો સુધારો તો તેઓ જ કરી શકે છે કે જેઓએ અર્થકામની આસક્તિ તજી પોતાના આત્માને શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાને આધીન બનાવ્યો છે. દુશમનનું પણ ભૂંડું ન જ થાઓ એ જ ભાવના :
સમ્યગ્દષ્ટિ આત્માની ભાવના કઈ હોવી જોઈએ, એ જાણો છો ? સમ્યક્તનુંપ્રધાનતાની અપેક્ષાએ-પહેલું લક્ષણ ઉપશમ છે અને તેનું સ્વરૂપ જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર, ગુજરાતી ભાષાની સઝાયમાં પણ ફરમાવે છે કે
“અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિતવીએ પ્રતિકૂલ ;
સુગુણ નર ! શ્રી જિનભાષિત વચન વિચારીએ.” આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે શ્રી જિનેશ્વરદેવના માર્ગથી રંગાયેલો અને નિરંતર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો જ વિચાર કરનાર આત્મા, પોતાના અપરાધીનું પણ ભૂંડું ન જ ઇચ્છે : તે આત્મા તો પોતાના દુશ્મનનું પણ હિત જ ઇચ્છે. આત્માને પરમ શુદ્ધ સમ્યગ્દષ્ટિ બનાવવો હોય અને જેમણે શુદ્ધ સમ્યગ્દષ્ટિ બની રહેવું હોય તેમ જ જેઓને સમ્યગ્દર્શનની આરાધના જ કરવી હોય અને જેમને પ્રભુના શાસનમાં ટકી જ રહેવું હોય, તો તેઓએ આ ભાવનાને મજબૂત કર્યા વિના છૂટકો જ નથી.
દુશ્મનના નાશને જેમ આખી દુનિયા ચિંતવે, તેમ પ્રભુના શાસનમાં આવનાર પણ ચિંતવે, તો તેની વિશેષતા શી? ઊંચામાં ઊંચા અહિંસક બનવાની ભાવનાવાળામાં હિંસક વિચાર હોય? પાપ કોઈને છોડે ? જે પાપના યોગે મરી રહેલ છે, એને મારવાનો ધર્માત્મા વિચાર કરે ખરો ? એને તો એનું પાપ જ મારી રહ્યું છે : માટે એની તો દયા ખાવી, એ જ સજ્જનનું કામ છે. તમને કોઈ મારવા આવે તો વિચારો કે “મારા પાપને ખપાવવા માટે સામો આદમી- પોતાના આત્માની દરકાર નહિ કરતાં, પોતાનું બગાડી, પાપની પરવા કર્યા વગર સામે આવે છે :” એ તે ઉપકારી કે અપકારી ? એ બિચારો કાંઈ સ્વાધીન છે ? એ કર્માધીન આત્મા ભાન ભૂલી, પોતાનું બગાડીને તમારું ભલું કરવા આવે, ત્યાં ગુસ્સો કેમ આવે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org