________________
21
- ૧ : સમગ્દર્શનનો પ્રભાવ - 21
-
પ્રભુના શાસનમાં આવેલો આત્મા પાપથી વિરામ પામવાની તાકાતવાળો કદાચ ન હોય. પણ પાપથી કંપતો તો હોવો જ જોઈએ ને? સમ્યગ્દષ્ટિની આ સ્થિતિ તો અવશ્ય હોવી જ જોઈએ. પાપ કર્યા પછી પાપની પ્રશંસા તો તે ન જ કરે, જો આ દશા આવે તો પ્રભુના શાસનને ઓળખી શકે.
પાપ કરે, એની પ્રશંસા કરે અને પાપ કરીને પાપનાં બણગાં ફૂંકે, તો શાસનમાં આવ્યો અને ન આવ્યો,-એમાં તફાવત શો ?
દુનિયામાં બધા જેમ ખાય, પીએ, પહેરે, ઓઢે અને રંગરાગ કરે છે-એમ જ તમે કરો તો તમારામાં વિશેષતા કઈ ? વિચાર કરી જુઓ તો ફરજનું ભાન જરૂર થાય.
રાજકારોબાર (રાજકારભાર) કરતાં મંત્રીને રાજાના સન્માર્ગ-ઉન્માર્ગના વિચારની જરૂર શી ? બસ, કામ કરવું અને પગાર લેવો : પણ આ મંત્રીશ્વર સમ્યગ્દષ્ટિ હતા, એટલે પોતાની ફરજ સમજતા હતા. એમણે વિચાર્યું કે “સ્વામી કોના ? મારા સ્વામી જો આવા જ રહી જાય, તો મને શોભતું ન ગણાય.” જ્યારે સમ્યગ્દષ્ટિ સેવક, સ્વામીની આટલી ચિંતા કરે, તો પછીથી સમ્યગ્દષ્ટિ સ્વામી પોતાના સેવકની કેટલી ચિંતા કરે ? સેવક કરતાં સ્વામીની ફરજ મોટી છે.
જેનશાસનમાં માતાપિતા પણ દુષ્પતિકાર્ય કહેવાય છે કે એમના પણ ઉપકારનો બદલો વાળવો સહેલો નથી. માતાપિતાને સન્માર્ગે યોજવામાં આવે, તો જ બદલો વાળી શકાય છે. તેમ માતાપિતા ઉપર પણ સંતાનને સન્માર્ગે યોજવાની ફરજ છે. જ્યારે સંતાનની પણ ફરજ એ છે કે માબાપને સન્માર્ગે યોજે, તો માબાપની સંતાન પ્રત્યે શી ફરજ હોય તે વિચારો.
માબાપનો ઉપકાર ન ભુલાય-એમના બદલાનો ઇનકાર ન થાય-ઉપકારનો બદલો વાળવો અતિશય જરૂરી, પણ ઉપકારના બદલાના નામે અપકાર થતો હોય તે જે ન વિચારે, તે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ?
સમ્યગ્દષ્ટિ આત્માએ એ વાત બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉપકારના બદલાના નામે જ અપકાર ન થઈ જાય. સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન કે જ્ઞાનીની નિશ્રા વિના એક કદમ પણ આગળ ન વધે અને એથી જ એના જીવનમાં સુધારો-એ સુનિશ્ચિત છે.
જેઓ પોતાના જીવનને નથી સુધારી શકતા અને કેવળ અર્થકામની જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org