________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
280
અને એ કહે શું, એ એ બરાબર જાણે. અતીન્દ્રિય પદાર્થો અને નિર્ણાત ન થાય તો એ શ્રદ્ધાથી માને, પણ એના મુખથી બાકીની આજ્ઞા વગેરેને લગતી વાતો એવી જ નીકળે કે જે શ્રી જિનેશ્વરદેવોના કથનને અનુસરતી જ હોય : ભલે પછી કહેવાનું પ્રમાણ ઓછું કે વધતું હોય. સમ્યગ્દષ્ટિની ભાવના, વિચાર અને આદર્શ ઘણા જ ઊંચા હોય ! સમ્યગ્દષ્ટિ આત્મા ગમે તે સંયોગમાં રહ્યો હોય, પણ પોતાને ફસાયેલો માને : એ વિચારે કે “બંધન તોડવાનું સામર્થ્ય હોત તો જરૂર તોડત ! બંધનને હાનિકર સમજે. બંધનમાં રહ્યો છતાં સમ્યગ્દષ્ટિ પોતાની ફરજ ન ચૂકે, એટલું જ નહિ પણ બંધનને તોડવાની જ પેરવીમાં હોય. ઉપકારના બદલાના નામે અપકાર ન જ થવો જોઈએ :
મંત્રીશ્વર શ્રી સુબુદ્ધિની વાત આપણે ગઈ કાલે શરૂ કરી છે એ બાકી છે : એ રાજાના મંત્રી હતા. એમણે વિચાર્યું કે પગાર લઈને રાજતંત્ર ચલાવવું, એ તો બધા કરતા આવ્યા છે અને કરે છે : એમાં નવીનતા શી ? હું સમ્યગ્દષ્ટિ છતાં જો મારો સ્વામી સન્માર્ગે ન આવે તો તે ઠીક નહિ.' આનું નામ ફરજ. ધન લેવું અને કામ કરવું, કામ કરવું અને વખત થયે પગાર લેવો'-માત્ર આ માન્યતા તો દુનિયામાં ફસેલાની જ હોય, પણ આ મંત્રીશ્વર તો દુનિયામાં તેવા ફસેલા ન હતા. દુનિયામાં રહેવું પડેલું માટે રહેલા તેથી તે ફરજ સમજતા. તેમને એમ થયું કે “સ્વામીને સન્માર્ગે ન ચડાવું તો હું સાચો સેવક શી રીતે કહેવાઉં ? કયો ઉપાય કરું કે જેથી મારો માલિક સન્માર્ગમાં જોડાય અને જ્ઞાનીના માર્ગે ચાલતો થાય.'
રાજા પ્રત્યે મંત્રીની, મંત્રી પ્રત્યે રાજાની, પિતા પ્રત્યે પુત્રની, પુત્ર પ્રત્યે પિતાની, પતિ પ્રત્યે પત્નીની અને પત્ની પ્રત્યે પતિની,એમ પરસ્પરની ફરજો સમ્યગ્દષ્ટિ આત્મા સમજે.
સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરે નહિ અને કરવું પડે તો કિંચિત-થોડું તે પણ રાચીમારીને નહિ, પણ સંકોચાઈને અને કંપતે હૃદયે. આનંદ પામીને તો નહિ જ. કરતી વખતે પણ કંપે : કર્યા પછી પણ તેની નિંદા અને ગહ કરે ! આવી સ્થિતિવાળા આત્માને બંધ કેટલા બંધાય ? વિરતિને હાલ બાજુ ઉપર રાખીએ. વિરતિ ન પમાય, મોડી મળે, વહેલી મળે, પણ પ્રભુના શાસનમાં આવનારને સમ્યક્ત તો જોઈએ જ ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org