________________
79
- ૧ : સમદર્શનનો પ્રભાવ
_
વાર શુભ સંસ્કાર પડી જાય તો આ જીવન અનુપમ છે. આ જીવનમાં જેટલી સામગ્રી છે, તેટલી બીજા જીવનમાં નથી, પણ જ્ઞાની પુરુષની આધીનતા સ્વીકાર્યા વિના તેની સફળતા નથી. અસ્તુ. ટીકાકાર મહર્ષિ કહે છે કે
હું જે કહું છું તે ભગવાન શ્રી વીરે કહેલું કહું છું એ કહેલું પણ બધું નહિ પરંતુ કિંચિત્ કહું છું : યત્કિંચિત્ જે કાંઈ કહું છું તે એમણે કહેલું જ કહું છું. આટલું પણ જાણ્યું કે એમના જ પ્રતાપે ! જ આચારશાસ્ત્ર જગતના કલ્યાણ માટે ભગવાન શ્રી વીરદેવે કહ્યું, તેને કંઈક મારી સ્મૃતિ-શક્તિ-બુદ્ધિ પ્રમાણે કહું છું. જે વાણીનો પ્રયોગ કરું છું તે ત્યાંથી મળી છે તેને પણ એ તારક વિના બીજા કોણ પાવન કરે? એ તો એ જ પાવન કરે. એમની છાયા વિના મારી વાણી નકામી છે : જે વાણીમાં એમની છાયા નથી-એમનો પ્રભાવ નથી, તે વાણી નકામી છે. માટે આ વાણીને, તે જ જ્ઞાનના નિધિ પાવન કરો !”
હજી ટીકાકાર પોતાની વધુ લઘુતા જણાવતાં કહે છે કે હું ગંધહસ્તિકૃત અતિ ગંભીર વિવરણના સારને ગ્રહણ કરું છું.” આથી સ્પષ્ટ છે કે “ટીકાકાર મહર્ષિ ભગવાન શ્રી મહાવીરદેવની આધીનતા સ્વીકારવા સાથે પૂર્વાચાર્યોની પણ એટલી જ આધીનતાનો સ્વીકાર કરે છે. જૈનદર્શનના ટીકાકારોની એ જ નિરભિમાન વૃત્તિએ, આજ સુધી શાસનને અખંડિત અને અવિચ્છિન્ન સાચવ્યું છે : આથી શ્રી જૈનદર્શનના જ્ઞાતાઓની અનેક વિશિષ્ટતાઓ પૈકીની, આ પણ એક લોકોત્તર વિશિષ્ટતા છે.
શ્રી જૈનશાસનમાં કોઈ પણ સાચા અનુયાયીએ સ્વકલ્પનાને સ્થાન નથી આપ્યું. કારણમાં એ એમ માનતા કે “મૂળ કહેનાર શ્રી સર્વજ્ઞદેવ છે, રચનાર વિશિષ્ટ જ્ઞાનીઓ છે અને પાછળના કહેનારા પણ એમને જ અનુસરનારા છે : માટે અમારી ફરજ એ છે કે જ્ઞાની પુરુષોએ કહેલી વાત હૃદયમાં ન ઊતરે તો તે ખોટી ન કહેવાય, એ ખામી કથનની નથી, પણ અમારી મતિની છે!” આવી સ્થિતિને લઈને જ શાસન કર્યું છે. આ લક્ષણ કોનું? સમ્યગ્દષ્ટિનું. એને તો એક જ વાત કે “હું પૂર્ણ જ્ઞાની નથી, અધૂરો છું, તેથી સંપૂર્ણ જ્ઞાનીની વાત મારી મતિમાં ન ઊતરે એ ખામી મારી છે, પણ જ્ઞાનીની નથી !'
સમ્યગ્દષ્ટિની પાસે એક સુંદર ચાવી હોય છે. શ્રી જિનેશ્વરદેવ કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org