________________
૧: સમ્યગ્દર્શનનો પ્રભાવ
એક લોકોત્તર વિશિષ્ટતા :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા મંગલાચરણ કરતાં ફરમાવે છે કે “આ તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમજ એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એને સેવનારો આત્મા કર્મમળથી રહિત થઈ મુક્તિપદને પહોંચી શકે છે. માટે જ એ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આ તીર્થમાં આચાર એ મુખ્ય વસ્તુ છે.” એ આચારને શુદ્ધ બનાવવા માટે, આપણી ભાવના બહુ જ ઉચ્ચકોટિની હોવી જોઈએ. એ ભાવના શુદ્ધ બની રહે માટે પ્રાર્થનાસૂત્ર (જય વીયરાય) દ્વારા શ્રી વીતરાગદેવ પાસે હમેશાં થતી માગણીઓ જોઈ આવ્યા.
એ માગણીમાં પહેલો ભવનિર્વેદ માગ્યો, કારણ કે એના વિના પાછળના ગુણો આવી શકતા નથી. પછી ભવનિર્વેદના ટકાવ માટે માર્ગાનુસારિતા માગી : એમ એક પછી એક માગણી કરી : ઇષ્ટફળની સિદ્ધિ, લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ, ગુરુજનની પૂજા અને પરાર્થકરણ, એ બધું માગ્યું એ બધાના ટકાવ માટે શુભ ગુરુનો યોગ માગ્યો અને ભવપયંત શ્રી સદગુરુના વચનની અખંડ સેવા માગી : ભવાંતરમાં પણ સેવાથી વંચિત ન રહેવાય તે માટે, સંસારમાં રહેવું પડે ત્યાં સુધી શ્રી વીતરાગદેવના ચરણની સેવા માગી દુઃખનો ક્ષય માગ્યો, કર્મનો ક્ષય માગ્યો અને જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી સમાધિમરણ માગ્યું તથા સર્વત્ર બોધિલાભની માગણી કરી. આ માગણીથી રંગાયેલો-આ ભાવનાથી તન્મય બનેલો આત્મા રસપૂર્વક વિપરીત આચાર કરે એ સંભવતું નથી. આટલું થઈ જાય તો ધૂનન યથાસ્થિત હોય. આત્મા ઉત્તમ ભાવનાથી રંગાય નહિ ત્યાં સુધી કામ થાય નહિ.
અનંત વાર માનવજીવન આવ્યું અને ગયું : શાથી? સંસ્કાર વિના! એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org