________________
૧૫૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨
–
430
ન હોય, પણ સાંભળનારા આત્માને ઉન્માર્ગમાંથી ખસેડી સન્માર્ગમાં સ્થાપવાનો હોવો ઘટે.
કંઈ પણ ન સમજતા આત્માઓને પણ પાપભીરુ તથા ધર્મરંગી બનાવવાનો ઇરાદો સંભળાવનારનો હોવો જોઈએ.
ધર્મકથા મિથ્યાત્વાદિકથી બચાવી સમ્યકત્વ આદિની પ્રાપ્તિ કરાવનારી જ હોય છે. ધર્મકથા બન્ને પ્રકારના આત્માઓની હોય છે. ઉત્તમ સામગ્રી પામી, તત્ત્વત્રયી પામી, રત્નત્રયીનું આરાધન કરી, દુઃખથી છૂટ્યા એવા આત્માઓની તથા સામગ્રી પામ્યા છતાં જેઓ હારી જઈને દુર્ગતિએ ગયા, એ આત્માઓનીઃ એમ બે પ્રકારના આત્માઓની કથા ધર્મકથાનુયોગમાં હોય છે. આ બે મુદ્દા પૂરતી વાત સિવાયની વચલી જેટલી વાત તેટલી ઓળખાવવા પૂરતી છે. આટલી લક્ષ્મી, આટલી સાહ્યબી, આટલી સ્ત્રી, આટલા બંગલા અને બગીચા - એ બધી વચલી વાતો જણાવી, અંતિમ પરિણામ તરફ દૃષ્ટિ ખેંચવાથી, બાલ જીવોને પણ જો તેઓ યોગ્ય હોય તો, બોધિબીજ આદિની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી.
સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ, દ્રવ્યાનુયોગ વગેરે સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે. ભલે એનાથી વિરતિ ન પણ થાય, પણ ભાવના તો ત્યાં જરૂર ખેંચાય. ત્રણે યોગ ચરણકરણાનુયોગને માટે છે. એ અનુયોગોના જ્ઞાનથી જેને ચરણ ઉપર સદ્ભાવ ન જાગે, તે ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીના કહેવા મુજબ રાસની ઉપમાને પામે છે. શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી રાસભની ઉપમા આપે છે, એમાં કોઈને રાસભ કહેવાની એમની ભાવના હતી, એમ કોઈ કહી શકશે ? નહિ જ. રાસભ જેવી દશા ન થાય, માટે એ ઉપકારી મહાત્મા વસ્તુનું સ્વરૂપે વર્ણવે છે. જેનામાં એ ક્રિયા ન હોય, તેણે એ સમજી લેવું જોઈએ કે અમે એ ઉપમાને યોગ્ય છીએ. ‘ઘર્કેન રીના પશુમિક સમાના'
ધર્મથી હીન મનુષ્યો પશુઓ સમાન છે. આ પ્રમાણે કહેનારાઓનો આશય મનુષ્યોને પશુ તરીકે કહેવાનો નથી, પણ મનુષ્ય થઈને પશુતાનું આચરણ કરતા મનુષ્યોને બચાવી લેવાનો જ આશય છે. વાત પણ ખરી છે કે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થવા છતાં પણ જેઓ પશુજીવન જીવે છે, તેઓ પશુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org