________________
31
–
- ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31
–
૧૫૫
કરતાં પણ ખરાબ છે, એમ જ કહી શકાય. કારણ કે પશુ પાસે બચાવ છે. માનવીની ભાષા બોલવાની તેઓમાં તાકાત હોય તો તેઓ તો કહી શકે કે “અમે લાચાર છીએ, અમારામાં યોગ્યતા નથી, ધર્મ કરવાના અને સંયોગ નથી.'પણ તમે શું કહો ?
સભા : બચાવ જ નથી.
મળેલી સામગ્રીનો ઉપયોગ નથી કરી શકતા અને જો કોઈ સદુપયોગ કરવાનું કહે તો ગુસ્સો આવે, તો તો શાસ્ત્ર કહે છે કે તરવાનો ઉપાય જ નથી. એવો ગુસ્સો કરનારાઓ પોતાના કલ્યાણના દરવાજા ઇરાદાપૂર્વક પોતાના હાથે જ બંધ કરે છે. જોવાનું શું? - આપત્તિ કે પરિણામ?
ધર્મોપદેશ સાંભળીને, સાંભળનારનું હૈયું ભેદાય નહિ, ત્યાં સુધી અનાદિકાળની વાસના નીકળે શી રીતે ? જો અનાદિકાળની વાસના કાઢવી જ હોય, તો ઉપદેશક માટે એ નીતિ છે કે સાંભળનારનાં હૈયાં ભેદીને પણ તે કાઢવી. ફળની ઇચ્છાથી બીજ નાખનારો ખેડૂત કોશ, પાવડો તથા તીણ હળનો ઉપયોગ કરતાં જરા પણ અચકાતો નથી. જો એને જમીન ખોદી દેખાય તો આઘે જાય, પણ જમીન ઉપર બધાં હથિયારનો પ્રયોગ કર્યા વિના બીજ નાખવાની મૂર્ખતા તો કુશળ ખેડૂત ન જ કરે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવનો માર્ગ બતાવનાર ઉપદેશકને કેટલી હદ સુધીની છૂટ હોય છે તે અવસરે સમજાવીશ. ખેડૂતને તો અનાજના કણો ભેગા કરવા છે. અનાજના કણા પણ ઘણી જમીનમાંથી પેદા કરવા છે, માટે એ એટલી મહેનત કરે છે. તો અહીં એક એક આત્મામાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્રરૂપ રત્નત્રયી પ્રગટ કરવાની છે, ત્યાં ખેડવામાં કમીના રાખે કેમ પાલવે ?
મુનિ થયા પછી પણ શાસ્ત્ર આપવા માટે, જ્ઞાનીએ વર્ષોની મુદત બાંધી. સંયમના પરિણામથી પરિણત થાય, ત્યારે જ શાસ્ત્ર અપાય. વાચના લેવા બેઠેલા મંડળમાં, જેને વાચના સાંભળવાથી વૈરાગ્યના અંકુર ન ફૂટે, તે ઉઠાડી મૂકવા લાયક છે, કારણ કે એને સંયમ પરિણત થયું નથી. સાંભળતાં સાંભળતાં હૃદય ભેદાય, એથી કર્મનો ક્ષયોપશમ થાય અને આત્મા એવો નિર્મળ બને, કે જેથી તે વચનો પ્રતિબિંબિત થાય. રોજ વંચાય અને તમારું હૈયું ન ભેદાય, ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org