________________
૧૫૭ –
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨
–
૧૩૦
ચિરાય, જે વસ્તુ નાખવી છે એને માટે જગ્યા ન થાય અને કદાચ અજીર્ણ થાય અથવા તો અથડાઈને પાછી આવે, તો શું થાય ? સભા : કોદાળી અને પાવડો ચલાવવો.
એ કોદાળી કેવી હોય ? બુઠ્ઠી નહિ, પણ તીક્ષ્ણ : અને તે પણ એવી કે મારતાં એક હાથ તો ઊંડી પેસે અને કચરાના ગંજને ભેદે, ભેગા થતા કચરાને પાવડો ઉઝરડીને ઢગલા કરે, તે પછી ટોપલાથી ભરી બહાર ફેંકી આવે, ત્યારે જમીનમાં યોગ્યતા આવે.
સભા : ઉપાધ્યાયજી મહારાજ કહે છે ને કે પાણામાં પણ અંકુર લાવે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજ વિદ્યમાન હતા, તે વખતનો પ્રસંગ તો ભયંકર હતો. એમના વખતમાં એવી સેવા તો એ જ કરે. અજ્ઞાનીઓ જેને અશાંતિ કહે છે, તેમાં તો સળગી મરવું એ જ જેનશાસનની પરમ શાંતિ છે. જો વસ્તુને છોડી દઈએ, તો આપણે પામ્યા એમ કહેવાય કઈ રીતે ? ખરે સમયે જો સત્ય વસ્તુ કહેવામાં ન આવે, તો જ્યારે ઠીકઠાક થાય ત્યારે ઝટ કહેનારા કહી શકે કે અમે તો અજ્ઞાન હતા, પણ તમે ક્યાં ગયા હતા ? તમે મૂંગા કેમ થયા હતા ? શાસ્ત્ર કહે છે કે સમયે શક્તિમાને પોતાની ફરજ ન ચૂકવી જોઈએ. ભલે લેનાર બધાં લે, ન લે, કે ઓછું-વધતું લે.
જમીન ઉપર ક્રિયા થયા પછી તો એ જમીન તમારી તળાઈથી પણ કૂણી થઈ જાય, પછી બીજ નખાય. બીજ નાખ્યા પછી પણ બહુ સાચવવાનું છે : પણ નખાયા પહેલાં એ ચિતા શી ? હજી ખેડવા તો દો. શરત એટલી કે ઉપદેશકની હિતબુદ્ધિ, ઉપકાર બુદ્ધિ ન જવી જોઈએ. સામાના અપકારની કે પોતાના માનપાનની કે કોઈ પણ જાતના સ્વાર્થની બુદ્ધિ ન જોઈએ. પોતાનું ન સંભાળે, પોતાપણામાં પોતે ન ટકે, પોતાનો દુર્ગુણ ન પરખે તે પોતાનું બગાડે. ઉપદેશક ખોટી દયા પણ ન ખાય, ઉપદેશકની દયા જુદી. માબાપ બચ્ચાને દવા પાતાં દયા ન ખાય. જેનાથી ભવિષ્યમાં વધારે ભલું થવાનું છે, તે તો કરે જ. - શ્રી ગજસુકમાલજીને શ્રી નેમિનાથ ભગવાને સ્મશાનમાં જવાની આજ્ઞા આપી. થનાર ઉપસર્ગની શ્રી ગજસુકુમાલજીને ખબર નહોતી, પણ ભગવાનને તો ખબર હતી ને ! આપત્તિ આવશે એમ પણ જાણતા હતા, પણ એનાથી આની મુક્તિ થશે એમ પણ જાણતા હતા, માટે જ આજ્ઞા આપી. આજ્ઞા પણ બધાને નથી અપાતી. શ્રી યૂલિભદ્રજીને ગુરુ મહારાજે આજ્ઞા આપી, પણ એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org