________________
433 – ૧૧ : ઉપદેશનો હેતુ અને શેલિ - 31 – ૧૫૭ વાદથી જવા ઇચ્છનાર સિંહગુફાવાસી મુનિએ જ્યારે આજ્ઞા માગી, ત્યારે ગુરુએ કહ્યું કે “તારે જવા જેવું નથી.'
પેલા મુનિ કહે – “તો જવાનો.'
ગુરુ મૌન રહ્યા. આથી સ્પષ્ટ છે કે આજ્ઞા પણ જેનામાં યોગ્યતા હોય તેને જ અપાય છે. આપત્તિ તો આવે, પણ જો પરિણામ સારું હોય તો તે આપત્તિ, આપત્તિ તરીકે ગણાય જ નહિ.
શ્રી મેઘકુમાર પ્રાતઃકાલે ભગવાન પાસે આવ્યા, ત્યારે ભગવાને શું કહ્યું? એમ ન કહ્યું કે “બેસ, હું મુનિઓને ઠપકો આપું છું. “ભગવાન જાણે છે કે એમ કહેવાથી તો આત્માનો નાશ થાય એમ છે.
ભગવાને કહ્યું કે “હે વત્સ ! જગવંદ્ય મુનિઓના પાકની રજથી તું દુભાય એ વાજબી છે ? એક નાના જંતુની રક્ષા ખાતર તો તારો આત્મા પૂર્વભવમાં અઢી દિવસ સુધી એક પગે ઊભો રહ્યો હતો એવો તું આજે મુનિવરોના પાદની રજથી દુભાય છે?
આ પછી પ્રભુએ કહેલા પોતાના પૂર્વભવો અને હિતશિક્ષાનું શ્રવણ કરી, તરત જ શ્રી મેઘકુમારે અભિગ્રહ કર્યો કે “આજથી નેત્રને છોડી શરીરની દરકાર નહિ કરું !' રાજકુમાર હતા, છતાં ભગવાને કહેવા યોગ્ય હતું તે જ કહ્યું તો જ કલ્યાણ થયું. હિત દેખાય તેવું કહેવું જ જોઈએ. આજે તો પડતાને ટેકો દેવાને બદલે ધક્કો દેવાય છે અને પાછા ઉપકારી કહેવરાવવાના પ્રયત્નો સેવાય છે ! અર્થ-કામની દેશના, એ ક્ષત ઉપર ક્ષાર છે:
અર્થ અને કામની લાલસામાં પડેલાને તેમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો, એ શું ઉપકારીપણું છે ? એ લાલસા તો રોમેરોમ પરિણમેલી છે. ચોવીસે કલાક એનું ધ્યાન ચાલુ છે. અર્થ અને કામ ખાતર તો અધર્મ કરવા તૈયાર છે. અરે, અધર્મને જવા દોને, ધર્મનેય લાત મારવા તૈયાર છે ! એવા આત્માઓને એમાં મૂકવા, એમાં ગબડાવવા, એમાં એ આત્માના નાશ સિવાય બીજું શું છે ? અર્થ અને કામની દેશના દેનાર ક્ષત ઉપર ક્ષાર નાખનારા છે. લૂણનો સ્વભાવ છે કે બાળે અને ઘા વધારે. અર્થકામમાં ઢળેલા આત્માને એમાં નાખવા, એ તો ક્ષત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org