________________
૧૫૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
પર ક્ષાર જેવું છે. અથવા અગ્નિમાં ઘી હોમવા જેવું છે. દુનિયાને દુનિયાના માર્ગે તો રસ્તે રખડનારા - કપડાં વગરના આદમી પણ લઈ જાય, દુનિયાને બાંધી મૂઠીથી ગમે ત્યાં લઈ જવાય. ‘કાંઈક છે, કાંઈક છે, એ કાંઈક છે.’ - એ ફેલાવતાં આવડવું જોઈએ. ‘મૂઠીમાં કાંઈક છે’ - એ થયું કે સેંકડો જાય, બધાય કહે કે ‘કોણ જાણે ભાઈ ! હોય પણ.' જરા આંખ મીંચતાં, ડોળ કરતાં આવડવો જોઈએ, પછી તો કંઈક ઝૂકે કે ‘કાંઈક છે.’ ભલેને પછી મૂઠીમાં રસ્તાની ધૂળ જ હોય. એક ચીજ દુનિયાએ પકડી, એમાંથી એને છોડાવવી એ સહેલું નથી. એકલું મીઠું મીઠું કહેવાથી ન ચાલે, પણ સાથે પ્રસંગાનુરૂપ કડવું, તીખું, બધું જ જોઈએ, માત્ર એનું પરિણામ મીઠું હોવું જોઈએ, એટલી શરત. જ્યાં સુધી આત્મા ઉન્માર્ગથી પરાર્મુખ નહિ બને, ત્યાં સુધી સન્માર્ગની સન્મુખ નહિ બને.
ઉપદેશકને છૂટ આપી કે એ ક્રિયાનું અંતિમ ફળ કહે. ધર્મનું ફળ મોક્ષ અને પાપનું ફળ નરક ! પાપ કરનારા બધા નરકે જાય એમ નથી, મંદ પરિણામ હોય તો નરકે ન પણ જાય, પાછો વળે અને સન્માર્ગે આવે તો મોક્ષ પણ પામે ! પણ પાપી મોક્ષે જાય એમ કહેવાય ? નહિ જ. પાપી બધા જ નરકે જાય એમ પણ નહિ. પણ પાપનું ફળ નરક છે, એમ કહી શકાય. વિષયનું, કષાયનું તથા અભક્ષ્મભક્ષણનું ફળ તો નરક જ કહેવાય. એનું અંતિમ ફળ તો એ જ. એમાં ઝૂક્યો, લીન થયો, પાપપરાયણ બન્યો તો નરકે જાય. એવી જ રીતે ધર્મી ધર્મમાં ઝૂકે, તો પરિણામ મુક્તિનું થાય, ભલે વચ્ચે ભવ કરે.
434
અર્થ-કામ માટે કરાતો ધર્મ ડુબાડનારો છે ઃ
સાધુ કોણ ? કંચન, કામિની તજે તે. એ બજારમાં જઈને કંદોઈની મીઠાઈ ખાય, જૂઠું બોલે, અગર સ્ત્રી રાખે, તો એને તમે ખરાબ કહો. શાથી ? એ ત્યાગી છે માટેને ? એણે જેનો ત્યાગ કર્યો, તે વસ્તુ સારી કે ખોટી ? જો વસ્તુ સારી છોડી હોત તો મૂર્ખ કહેત, પણ ખોટી વસ્તુનો ત્યાગ કર્યો છે માટે જ સાધુને નમવામાં આવે છે. કંચનકામિની તજ્યાં, તે ખરાબ હતાં માટેને ? જે વસ્તુ ખરાબ હતી તે છોડી અને ત્યાગમાં સારું માન્યું : અને પછી જે વસ્તુ છોડી તેમાં ૨ાગ કરવાનું જે કહે, તેને પૂછનાર પૂછેને કે ‘તમે છોડ્યું શું કામ ?' આના ઉત્તરમાં તે શું કહે ? ‘ન સચવાયું માટે છોડ્યું એમ કહે ?' - નહિ જ. એને કહેવું જ પડે કે ‘ખોટું હતું માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org