________________
૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ 31
છોડ્યું.’ એટલે સામો તરત જ કહે કે ‘તમારું ભૂંડું ન થાય માટે તમે એ બધું છોડ્યું, તો હવે એનો ઉપદેશ દઈને બીજાનું ભૂંડું કરવા માટે પાટે બેઠા છો ?’
435
સભા : સંસારી માટે સાધુ સારો માર્ગ તો બતાવેને ?
હા, પણ સારો માર્ગ કયો ? સમજો કે ‘ન્યાયસંપવિમવ:' એ ગુણ કહ્યો. ઉપદેશક પહેલી જ પીઠિકા બાંધે કે પૈસો એ અનર્થનું કારણ છે. એને તજ્યો તે તરી ગયા અને જેઓ એમાં લીન થયા તેઓ ડૂબી ગયા. શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધ૨દેવો તથા પૂર્વના બધા મહાપુરુષોએ એ પૈસાને તજ્યો, ત્યારે જ સંપૂર્ણપણે ધર્મ આરાધ્યો. આથી પૈસો તજવો એ જ મુખ્ય ધર્મ છે. છતાં જેઓ પૈસો નથી તજી શકતા, તેઓએ પૈસા માટે અનીતિમાં તો ન જ પડવું જોઈએ. બોલો, સંસારી માટે આ સારો માર્ગ કે નહિ ?
૧૫૯
ભગવાને બે પ્રકારનો ધર્મ કહ્યો : એક મુનિધર્મ અને બીજો ગૃહસ્થધર્મ. મુનિમાર્ગ તો મજાનો છે. એમાં સાવઘપણાનો લેશ પણ સંભવ નથી અને ગૃહસ્થપણામાં સાવદ્યનો પાર નથી. ગૃહસ્થપણામાં ધર્મરૂપ એક સમ્યક્ત્વ અને બીજો સમ્યક્ત્વમૂળ બાર વ્રત. સમ્યકૃત્વધારી તે, કે જ્યાં બેઠો હોય ત્યાંના ત્યાગમાં ધર્મ માને અને એના રાગમાં અધર્મ માને. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર - એ ત્રણમાં ત્યાગ છે : એક પણ ચીજ એવી નથી, કે જેમાં ત્યાગ ન હોય. સમ્યક્ ચારિત્રમાં બહારનો ત્યાગ અર્થાત્ પ્રત્યક્ષ ત્યાગ છે : દૃષ્ટિપથમાં આવે એવો ત્યાગ છે. સમ્યગ્દર્શનમાં ત્યાગનો ઉલ્લાસ છેઃ ઉલ્લસાયમાન ત્યાગ છે. સમ્યજ્ઞાનમાં બોધભાવનારૂપે ત્યાગ છે : જેની ભાવનામાં એ ત્યાગ ન હોય, એને માટે જૈનશાસનમાં સ્થાન નથી. સમ્યક્ ચારિત્રવાન પણ સમ્યગ્દર્શનવાળા આત્માની ભૂરી ભૂરી પ્રશંસા કરે છે, કારણ કે એ આત્મા આ વસ્તુને (ત્યાગને) ચાહનારો છે. સમ્યગ્દર્શન એ જૈનશાસનનું મૂળ મનાય છે. મૂળમાં જ બળ, ન હોય, તો ફળ શી રીતે આવે ? જ્યાં ત્યાગની વૃત્તિ નથી, ત્યાગ પ્રત્યે અસદ્ભાવ છે, ત્યાં કોઈ સમ્યગ્દર્શન છે એમ કહે, તો તે ખોટી વાત છે. આટલુંયે ન બેસે, તો પરિણામે તમારો અને અમારો મેળ ન મળે. પાયો મજબૂત કર્યા વિના એક કદમ પણ આગળ ન ચલાય.
શ્રી જૈનશાસનમાં કદાચ કૃપણને સ્થાન હોય, રાતી પાઈ ન છોડનારને સ્થાન હોય, લક્ષ્મી છાતીએ બાંધી રાખનારને પણ સ્થાન હોય, પરંતુ એ દાન દેવું એ જ યોગ્ય નથી એમ માને, એને માટે તો સ્થાન નથી જ. ત્યાગ ન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org