SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ – આચાસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ 436 - સંયમ ન લે તે નભે પણ ત્યાગ ને ત્યાગીઓના ચરણમાં શીર ન ઝૂકે તે ન નભે. “સંયમ લેવા યોગ્ય છે.' - એવી માન્યતા હોય ત્યારે ત્યાગીઓના ચરણમાં સાચા દિલથી શીર ઝૂકે , અન્યથા નહીં જ. સંયમને ઉપાદેય માન્યા વિના પણ શીર ઝૂકતું હોય, તો કહેવું જોઈએ કે કોઈ બીજો જ હેતુ છે અને માટે અમારે પણ સાફ સાફ જણાવી દેવું જોઈએ કે, અર્થ અને કામ માટે સાધુઓની સેવા કરવી, એ ઉચિત નથી. સભા સાધુને નમીએ તો પૈસા મળે જ, એવી માન્યતા છે. અમે કહીએ કે ન કહીએ, છતાં એ માન્યતા તમે માની બેઠા. પણ પૈસા મળવાની દૃષ્ટિથી કરેલો નમસ્કાર ડુબાડનારો છે, એમ શાસ્ત્ર કહે છે એ પણ માનો ! “ધર્મ - અર્થના અર્થને અર્થ, કામના અર્થીને કામસ્વર્ગના અર્થને સ્વર્ગ તથા મોક્ષના અર્થીને મોક્ષ પણ આપે છે. આ પ્રમાણે કહેનાર શાસ્ત્ર એ પણ કહ્યું કે, “અર્થ-કામનો અર્થ અર્થ અને કામ માટે ધર્મ કરે તો ડૂબે !” માટે એ વાત પણ માનો. સમ્યગ્દષ્ટિના વિચાર અસમ્યગૂ ન હોય મુનિને પરીષહો બાવીસ. મુનિને વધુમાં વધુ પીડા હોય તો કેટલી હોય ? ભગવાન શ્રી મહાવીરદેવના કાનમાં ઠોકાયેલા ખીલા કાચા, તે વખતની પીડા એ મોટામાં મોટી પીડા. આવો ઉપસર્ગ કોઈ પણ મુનિવરને થયો નથી. પહેલી નારકીના તેર પાથડા. તેમાંના પહેલે પાથડ જે પીડા છે, તેના કરતાં ખીલા ખેંચાયા તે વખતની પીડા અનંતગણી હીન છે અને એ ખીલા ખેંચાયા તે વખતની પીડા કરતાં એ નારકના જીવોની પીડા અનંતગણી છે. નારકીની પીડા આયુષ્ય હોય ત્યાં સુધીની છે. આ વાત પણ શાસ્ત્ર કહી છે, એ પણ માનો છો ને ? મુનિને પગે લાગવામાં બે ભાવ સમાયા હોય : કાં તો “સંયમીની સેવાથી સંયમની પ્રાપ્તિ થાય' - આ અને કાં તો “ભાઈ ! સંયમ તો તલવારની ધાર જેવું, વેળુના કોળિયા અને લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન, માટે આપણાથી તો ન બની શકે માટે દૂરથી જ નમસ્કાર.' - આ. આ બીજો ભાવ ઘણો જ વિલક્ષણ છે. સાચા સમ્યગ્દષ્ટિ આત્માને એ બીજો ભાવ ન જ હોવો જોઈએ. જેઓ તકલીફથી ડરીને ઉપર કહેલા બીજા ભાવથી સંયમને કે સંયમીને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy